Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

બગસરા નાગરિક મંડળીના ધારી શાખાના ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા

ધારી તા.૧૮: ચેક રીટર્નનના એક કેસમાં ધારી શાખાએ ૧ વર્ષની સજાનો હુકમ કર્યો છે.

કેસની વિગત મુજબ મંડળીની ધારી શાખામાંથી મંડળીના સભાસદ સંદીપકુમાર પ્રતાપરાય સાગર લોન લઇ લોનની રકમ ભરતા ન હોય ઉઘરાણી કરતા ચેક આપેલ જે ચેક બેંકમાં ભરતા ચેક રીટર્ન થતા જનરલ એમ.ડી. નીતેશભાઇ ડોડીઆની સુચના મુજબ ધારી બ્રાન્ચનાં મેનેજર દીલીપભાઇ મહેતાએ એડીશનલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ નારંગ સાહેબની કોર્ટમાં ફરીયાદ કરતા તકસીરવાન ઠરાવી ૧ વર્ષની સજા અને ચેકની ડબલ રકમુ રૂ.૧ર,૦૬,૦૦૦નો દંડ ફટકારેલ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા ફરમાવેલ આ સજા ફટકારતા મંડળીના અન્ય બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયેલ આ કામે મંડળી વતી એડવોકેટ રવિકુમાર આર. વાળા રોકાયેલા હતા. (૧૧.૩)

(11:53 am IST)