Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ગીરગઢડાની પરિણિતા સાથે મિત્રતાના નામે દુષ્કર્મ આચરીને મારી નાખવાની ધમકી

(નલીન જોશી દ્વારા) ઉના, તા. ૧૮ : ગીર ગઢડા ગામે પરણિતા સાથે મિત્રતા કેળવી દિકરાના ગળે છરી બતાવી મરજી વિરૂદ્ધ શારીરીક સબંધ બાંધી દુષ્કર્મ કરી મારી નાખવાની ધમકીની પોલીસ ફરીયાદ નોંધાવી છે. આ કામમાં અન્ય બે લોકોએ મદદગારી કર્યાની ફરીયાદ દાખલ થઇ છે.

ગીરગઢડામાં પરણિતા સાથે મિત્રતા હોય જય દિલીપભાઇ દુધાત રે. ગીરગઢડા વાળો અવાર નવાર આવી મોબાઇલ નંબર મેળવી મેસેજ કરતો અને એક વખત પરણિતા એકલી તેના દિકરા સાથે હતી ત્યારે ગેરકાયદેસર પ્રવેશ કરી મહિલાના દિકરાના ગળે છરી મૂકી મારી નાખવાની ધમકી આપી. પરણિત મહીલાની ઇચ્છા વિરૂદ્ધ દુષ્કર્મ કરી અને ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ અલગ-અલગ બે વખત મહિલાને બદનામ કરવાની ધમકી આપી. મરજી વિરૂદ્ધ શારીરીક સબંધ બાધતો હતો .

જયારે આરોપી જય દિલીપ દુધાત ઘરે જતો ત્યારે ધર્મેશભાઇ કપોપરા રે. ગીરગઢડા વાળો નજર રાખતો હતો. અંતે કંટાળી આ પરણિતાએ ગીરગઢડા ગામ છોડી ઉના રહેવા આવી ગઇ હતી. અંતે હિંમત કરી તેમના પતિને બધી વાત કરતા પતિ સાથે ગીરગઢડા પોલીસ સ્ટેશને આવી. જય દિલીપભાઇ દુધાત રે. ગીરગઢડા સામે દુષ્કર્મ કરવાની જાનથી મારી નાખવાની ગાડળો આપ્યાની તથા મેહુલાબેન ભાર્ગવભાઇ દુધાત તથા ધર્મેશભાઇ કપોપરા રે. ગીરગઢડા વાળાને મદદગારી કર્યાની ફરીયાદ દાખલ કરતા પોલીસે આરોપીઓ સામે કલમ ૩૭૬, ૩૭૬(ર) ૪પર, પ૦૪, પ૦૬(ર), ૧૧૪ જી.પી.એકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા મહીલા પી.એસ.આઇ. કલ્પનાબેન એન. અઘેરા તપાસ શરૂ કરી છે.

(11:56 am IST)