Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

પુરૂષોતમ મહિનાનો પ્રારંભઃ ધર્મ-તપ-દાન-પુણ્યનો મહિમા

કોરોના મુકિત માટે મહિલાઓ દ્વારા કરવામાં આવશે પ્રાર્થનાઃ સોશ્યલ ડિસ્ટન્સ સાથે ધુન-ભજન-કિર્તન

પ્રથમ બીજી અને ત્રીજી તસ્વીરમાં પ્રભાસ-પાટણ ક્ષેત્રના મંદિરોની મુર્તિઓ તથા ચોથી તસ્વીરમાં પી. કે. લહેરી અને વિજયસિંહ ચાવડા નજરે પડે છે. (પ-૧ર)

રાજકોટ તા. ૧૮ :.. આજથી પવિત્ર પુરૂષોતમ મહિનાનો પ્રારંભ થયો છે. આ મહિનામાં ધર્મ, તપ, દાન, પુણ્યનો ભારે મહિમા છે.

કોરોના મુકિત માટે મહિલાઓ દ્વારા પ્રાર્થન કરવામાં આવી રહી છે. અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે ધુન-ભજન-કિર્તનનાં કાર્યક્રમો યોજાયા છે.

પ્રભાસ પાટણ

વેરાવળ-પ્રભાસપાટણ :.. ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં જે માસના સ્વામી બન્યા છે. તેવો ધાર્મિક દ્રષ્ટીએ અતિ પવિત્ર અને પરમ પ્રાપ્તીના પગથીયા સમાન ધર્મ આરાધનાનો ઉજળો અવસર એવા અધિક માસનો આજથી પ્રારંભ થઇ રહયો છે. સોમનાથ ર્તીથમાં ભગવાન શ્રી કૃષ્ણ-વિષ્ણુના દેવ મંદિરો પવિત્ર કુંડો - પવિત્ર ત્રિવેણી સંગમ જેવા પુણ્ય પ્રાપ્તી માટેના દેવ મંદિરો આ માસમાં ભાવિકોના જપ, તપ, ઉપવાસ, દર્શન, દાન-ધર્માદાથી ભાવિકો ભકિતમય બનશે.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી - સચિવ પ્રવિણભાઇ લહેરી અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા વર્તમાન કોરોના સમયમાં લોકોને દર્શન સુવિધા મળે અને રોગ સંક્રામિત ન બને તે માટેની જડબેસલાક વ્યવસ્થાઓ સાથે પવિત્ર શ્રાવણ માસ પાર પાડેલ છે વિજયસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર અ વર્તમાન સમયમાં લોકોને ઘેર બેઠે ભગવદ કથા અધિક માસમાં શ્રવણ મળી રહે તે માટે સોમનાથ ખાતે થોડા વરસો પહેલાં સોમનાથ ટ્રસ્ટે યોજેલી પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની ભાગવત કથાના વીડીયો કેસેટનું ઓન લાઇન-યુ-ટયુબ-ઇન્સ્ટ્રાગામથી પ્રસારણ કરવા વિચારણા કરી રહ્યું છે.

સોમનાથ ટ્રસ્ટની ગોઠવાયેલી વ્યવસ્થાઓને ભાવિકો પણ સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને પ્રત્યક્ષ દર્શન અને ઓનલાઇન દર્શનનો લાભ લઇ રહ્યા છે.

સ્થાનીક પંડિતોના જણાવ્યા અનુસાર અધિક માસ કદી વિક્રમ સવંતના પ્રથમ ચાર મહિનામાં આવતો નથી મતલબ કે કારતક, માગસર, પોષ, મહામાં કદી પણ અધિક માસ ન આવે તો બીજી વિશેષતાએ છે કે અધિક માસ ભલે ગુજરાતી તિથીનો હોય  પરંતુ તેનો પ્રારંભ કે અંત અંગ્રેજી તારીખ ૧૪ થી ૧૮ જ આવે તેવી માન્યતા છે.

(11:52 am IST)