Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ઉમરપાડામાં ગઈકાલે ૧૧- માંગળરોળ ૬ અને દેડિયાપાડા ૪ ઈંચ

અધિક આસો માસમાં રાજયના કેટલાક વિસ્તારોમાં હેત વરસાવતા મેઘરાજાઃ રાજયમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૧૨૮ ટકા નોંધાયો

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ આજ થી શરૂ થયેલ પવિત્ર અધિક માસના આરંભ થી જ મેઘરાજા રાજયના કેટલાક વિસ્તારોમાં હેત વરસાવી રહ્યા છે. જેને પગલે ૧૧ ઈંચ સુધી નો ભારે વરસાદ નોંધાયેલ છે.

ફ્લડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમા નોંધાયેલ વરસાદના મુખ્ય આંકડાને જોઈએ તો ઉમરપાડા ૨૭૫ મીમી, માંગરોળ ૧૩૮ મિમ, દેડિયાપાડા ૧૦૧ મીમી, કુકરમુંડા અને ચીખલી ૭૪ મીમી, સાગબારા ૭૨ મીમી, હાલોલ ૬૮ મીમી, ઘોઘમબા ૫૧ મીમી વરસાદ નોંધાયેલ છે

જયારે ડોલવણ ૪૭ મીમી, વધઇ ૩૫ મીમી, અંકલેશ્વર ૩૧ મીમી, માણસા ૩૦ મીમી, કવાંટ ૨૮ મીમી, નિઝર ૨૭ મીમી, બારડોલી ૨૪ મીમી, વાઘોડિયા અને ગરૂડેશ્વર ૨૧ મીમી આ ઉપરાંત રાજયના અન્ય ૬૨ તાલુકા મા ૧ થી ૨૦ મિમી સુધીનો હળવો વરસાદ નોંધાયેલ છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે દક્ષિણ ગુજરાત પંથકના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ઘેરાયેલા વાતાવરણ વચ્ચે હેત વરસાવી રહ્યા છે.

(11:59 am IST)