Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

મોડીરાત્રે સાવરકુંડલાના રામગઢ-લુવારા વચ્ચે લોહાણા યુવકની લાશ મળતા શહેરમાં ચકચાર

મહુવા રોડ પર રહેતા ચિરાગ માધવાણીનું અકસ્માતમાં મોત કે હત્યા ?: રૂરલ પોલીસ દ્વારા ટેપ્સનો ધમધમાટ શરૂ

 

સાવરકુંડલાના રામગઢ લુવારા વચ્ચે મોડી રાત્રીના લોહાણા યુવકની લાશ મળતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે વાહન અકસ્માતમાં મોત કે હત્યા અંગે પોલીસ તંત્ર દ્વારા તાપસ હાથ ધરાઈ છે મૃતકના શબનું પેનલ પી.એમ.કરવા ભાવનગર ખસેડવામાં આવ્યું છે.

 અંગે મળતી વિગત મુજબ સાવરકુંડલાના મહુવારોડ પર રહેતા ચીરાગ જીતેન્દ્ર માધવાણી (ઉ.વ 29) નું  મોડી રાત્રે સાવરકુંડલાથી મહુવા જતા માર્ગના રામગઢ લુવારા વચ્ચે લાશ મળ્યાની જાણ થતા સા.કુંડલા તાલુકા પોલીસ દોડી જઈ હતીને કાર્યવાહી હાથ ધરી હતી, બાઇક પર સાવરકુંડલા પરત ફરતી વેળા અકસ્માતે બાઇક સ્લીપ થતા ચિરાગ માધવાણી નામના યુવકનું મોત થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતું હોવાથી મૃતકના સગા સંબંધીઓ દ્વારા ચીરાગ માધવાણીની હત્યા થઈ હોવાનું લાગતા પોલીસ તંત્ર દ્વારા મૃતકના શબને ભાવનગર હોસ્પિટલ પેનલ પી એમ માટે ખસેડવામાં આવેલ હતું ત્યારે મૃતક ચિરાગ માધવાણી મોડી રાત્રે કઇ તરફથી સાવરકુંડલા તરફ આવતો હતો ? અકસ્માત કઈ રીતે થયો ? મૃતકના મોં ની દાઢી નીચે તીક્ષ્ણ હથીયારનો ઘા છે કે અકસ્માતમાં વૃક્ષનું ડાળ કે અન્ય કાંઈ ખુંપી ગયેલું ? વગેરે મુદ્દાઓ પર પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે

    હાલ હજુ મૃતકના પી.એમ.ના કાગળો ની રાહ જોવાઇ રહી છે ને પોલીસે પ્રથમ અકસ્માતે ગુનો દાખલ કયાૅનુ જાણવા મળેલ છે. બાદ માં પેનલ પી.એમ.પછી ચીરાગ માધવાણીની હત્યા કે અકસ્માત અંગે પોલીસ વિધિવત ગુન્હો નોંધે તેવું જાણવા મળી રહ્યું છે મૃતક ચીરાગ માધવાણીના પિતા જીતેન્દ્ર માધવાણી અગાઉ મૃત્યુ પામ્યા હતા એકનો એક દીકરો ચીરાગ મોતને ભેટતા માતા અને પત્નીનો એકમાત્ર સહારો છીનવાઈ ગયો હતો ને માધવાણી પરીવારમાં ક્લ્પાંત જોવા મળ્યો હતો. લોકલ FSL રિપોટૅ મા એક્સિડેન્ટ થયાનુ ખુલતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરેલ હોવાનુ સાવરકુંડલા રૂરલ PSI શ્રી જી.ડી.આહિરે જણાવેલ.છે 

(11:59 pm IST)
  • અમેરીકા જવા માટે વડાપ્રધાને પાકિસ્તાન એરસ્પેસ ખોલવાની માંગણી કરીઃ પાક મિડીયા : ઇસ્લામાબાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ટુંક સમયમાં અમેરીકા જવાના છે ત્યારે ભારતે તેમના માટે પાકિસ્તાનની એરસ્પેસની ખોલવાની માંગણી કરી છે. તેમ પાક મીડીયાએ જણાવ્યું છે. access_time 3:56 pm IST

  • પશ્ચિમ મહારાષ્ટ્રના શહેરો-ઘાટ ઉપર ભારેથી અતિભારે વરસાદની આગાહી : નાસિક-પૂણે-ઓરંગાબાદ સહિતના પશ્યિમ મહારાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં ભારેથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે, જયારે માથેરાન-લોનાવાલા-માલસેજ અને મહાબળેશ્વર જેવા ઘાટ ઉપર આવેલા પ્રવાસન સ્થળોએ અતિભારે વરસાદની આગાહી થઈ છે access_time 11:38 am IST

  • પ્રજાના ખિસ્સા ખંખેરવાનું બંધ કરો : જનતા હવે સરકારને સવાલો કરતી થઈ : પરેશ ધાનાણીની સટાસટી : વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપ સરકાર ઉપર આક્ષેપોની ઝડી વરસાવતા કહ્યું કે, સરકાર અલગ અલગ ટેકસ ઝીંકી લોકો પાસેથી કોઈપણ રીતે ટેક્ષ વસૂલ કરે છે : નવા મોટર વ્હીકલ એકટ અંગે શ્રી ધાનાણીએ કહ્યુ કે પહેલા માર્ગો ઉપરના રસ્તાનું સમારકામ કરાવો, એસટીની વ્યવસ્થા સારી કરો, શહેરોમાં ચોકે ચોકે આવેલ સિગ્નલોન ચાલુ કરાવો : સરકારી વાહનોનો દૂરૂપયોગ બંધ કરાવો : આજે લોકોને વાહન ચલાવવુ મુશ્કેલ બની ગયુ છે : સરકાર રોજગાર આપવામાં નિષ્ફળ ગઈ છે : ટ્રાફીકના નવા આકરા નિયમોનો અમલ કરતા પ્રજાજનો ત્રાહીમામ પોકારી ગઈ છે : પ્રજાના બજેટ વેરવિખેર થઈ ગયા છે : હવે રાજયની જનતા પણ સરકારને સવાલ પૂછતી થઈ ગઈ છે access_time 3:57 pm IST