Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

જામનગર રણજીત સાગર ડેમ ખાતે જિલ્લા કક્ષાનો નમામિ દેવી નર્મદે મહોત્સવ સંપન્ન

જામનગર, તા.૧૮:ઙ્ગગુજરાત રાજયની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમનું બાંધકામ પૂર્ણ થયા બાદ પ્રથમ વખત નર્મદા ડેમની પૂર્ણ સપાટી ૧૩૮.૬૭ મીટર સુધી જળરાશી ભરાયેલ છે. રાજયની પ્રજાનું વર્ષો જૂનું સ્વપ્ન પરિપૂર્ણ થયેલ છે. આ ઐતિહાસિક ક્ષણની ઉત્સાહભેર ઉજવણી આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે કરાયેલ છે.

જામનગર જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત જામનગર તેમજ ધાર્મિક/સામાજિક સંસ્થાઓના વડાના સહયોગ દ્વારા રણજીત સાગર ડેમ ખાતે નમામિ દેવી નર્મદે મહોત્સવ રાજયના ઉર્જા મંત્રીશ્રી તેમજ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

ઙ્ગઙ્ગકાર્યક્રમના પ્રારંભે જામનગર કલેકટરશ્રી રવિશંકરે સ્વાગત પ્રવચન કર્યું હતું. ઙ્ગકાર્યક્રમની શરૂઆતમાં સ્વચ્છતા થીમ પર નાટક,ઙ્ગગણપતિ સ્તુતિ ગીત સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો વિવિધ સંસ્થાઓ દ્વારા રજુ કરાયા હતાં. આ કાર્યક્રમમાં માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્વભાઈ મોદીના જન્મદિન નિમિત્ત્।ે કેક કાપી ઉજવણી કરવામાં આવેલ હતી તેમજ મેદ્યલાડુનું વિતરણ ઉપસ્થિત આમંત્રિત મહેમાનો અને ગ્રામજનોને કરવામાં આવ્યુંઙ્ગ હતું.ઙ્ગ

આ કાર્યક્રમમાં સ્વચ્છતા અને પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવાના શપથઙ્ગ લેવડાવવામાં આવ્યા હતા. રણજીત સાગર ડેમ ખાતે મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આઙ્ગપ્રસંગે ૫-નવતનપુરી ધામ (ખીજડા મંદીર)ના મહંતશ્રી કૃષ્ણમણીજી તેમજ આણાદાબાવા સેવા સંસ્થાના મહંત દેવ પ્રસાદજી, ધારાસભ્યશ્રી રાદ્યવજીભાઈ પટેલ, પૂર્વ મંત્રીશ્રી વસુબેન ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઈ હિંડોચા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચન્દ્વેશભાઈ પટેલ,ઙ્ગદંડકશ્રી જડીબેન, પૂર્વ ધારાસભ્યશ્રી લાલજીભાઈ સોલંકી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી સુભાષ જોશી, શાસકપક્ષના નેતાશ્રી દિવ્યેશ અકબરી, જિલ્લા પ્રભારી સચિવશ્રી પટેલ, જામનગર મહાનગર પાલિકાના કમિશનરશ્રી સતિષ પટેલ, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જાની,ઙ્ગજિલ્લા પોલીસ અધિક્ષકશ્રી શરદ સીંદ્યલ,ઙ્ગઅધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, પ્રાંત અધિકારીશ્રી ચૌધરી અને સોલંકી અને વિવિધ કચેરીઓના અધિકારીઓ/કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં જનસમુદાય ઉપસ્થિત રહ્યો હતો.

(1:18 pm IST)