Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

૪ ટકા પ્રોફીટ મળશે તેવી લાલચ આપીને જુનાગઢમાં પ વ્યકિતઓ સાથે ર૧.૭૧ લાખની છેતરપીંડી

જેેનમ હોમ કેર પ્રોડકટસ સામે પોલીસ ફરિયાદ

જુનાગઢ તા. ૧૮: પ્રોફીટની લાલચ આપી જુનાગઢની પાંચ વ્યકિતને જેનમ હોમ કેર પ્રોડકટસના માલીકે રૂ.ર૧.૭૧ લાખનો ચુનો ચોપડી દીધો હોવાનું જાણવા મળલ છે.

આ અંગેની વિગતો એવી છે કે જુનાગઢના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા ઘનશ્યામભાઇ ચંદ્રકાંતભાઇ કકકડને શહેરના સરદારપરા ખાતે વેપારી પેઢી ધરવતા યતીષ વિરેન્દ્રભાઇ શાહ નામના શખ્સે જેનમ હોમ કેર પ્રોડકટસ નામની કંપનીમાં ઇન્વેટ કરવાની દર માસે ૪ ટકા પ્રોફીટ મળશે અને છ માસ બાદ ઇન્વેસ્ટ કરેલ તમામ રકમ પાછી મળી જશે તેવી લાલચ આપી હતી.

આથી ધનશ્યામભાઇએ કટકે કટકે રૂ. ૧ર૭૧ લાખ જમા કરાવેલ પરંતુ યતીન શાહે પ્રોફીટ ચુકવેલ નહી.

આજ પ્રમાણે અન્ય ચાર વ્યકિતએ પણ ભોળવાય જઇને રૂ. ૯ લાખનું રોકાણ કરેલતેમને પણ પ્રોફીટ ચુકવેલ નહિ.

આમ કુલ રૂ. ર૧.૭૧ લાખની રકમ યતીષ વિરેન્દ્રભાઇ પરત કરેલ નહી અને પ્રોફીટ પણ નહી ચુકવતા ઘનશ્યામ કકકડે બી ડીવીઝનમાં ફરીયાદ નોંધાવી હતી.

પોલીસે વેપારી યતીષ શાહ સામે કલમ ૪૦૬ અને ૪ર૦ મુજબ છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી.એસ.આઇ. વી.કે. ઢાકી ચલાવી રહ્યા છે.

(1:15 pm IST)