Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ઉમરાળીમાં કપાસમાં દવા છાંટતા ઝેરી અસરઃ પ્રકાશના પ્રાણ ગયા

મધ્યપ્રદેશનો યુવાન પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતો હતો

રાજકોટ તા. ૧૮: ખેતરોમાં દવા છંટકાવ કરતી વખતે ઝેરી અસરના બનાવ અવાર-નવાર બનતા રહે છે. ઘણીવાર મજૂરોના મોત પણ નિપજે છે. સરધારના ઉમરાળી ગામે ખેત મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના પ્રકાશ બીમલરામ આદિવાસી (ઉ.૨૦)નું કપાસમાં દવા છંટકાવ વખતે ઝેરી અસર થતાં મોત નિપજ્યું છે.

ઉમરાળીમાં પરિવારજનો સાથે ઘનશ્યામભાઇ મહેતાની વાડીમાં રહી ખેત મજૂરી કરતો પ્રકાશ બે દિવસ પહેલા કપાસમાં દવા છંટકાવ કરી રહ્યો હતો ત્યારે શ્વાસમાં દવા ચડી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ આજે વહેલી સવારે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને અક્ષયભાઇએ આજીડેમ પોલીસને જાણ કરતાં એએસઆઇ નરેન્દ્રભાઇ ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:55 am IST)