Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વિજ કરંટ લાગતા જામનગરના ૧૨ વર્ષના ઉમંગ અત્રેશાનું મોત

જામનગર તા. ૧૮ : અમદાવાદ સીવીલ હોસ્પિટલ ઓપીડી ચોકીના હેડ કોન્સ. દેવેન્દ્રગીરી રમણગીરી એ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૦–૮–ર૦૧૮ના આ કામે મરણ જનાર ઉમંગ રૂપેશભાઈ અત્રેશા, ઉ.વ.૧ર, રે. લાલવાડી અન્નપુર્ણા મંદિર પાસે, જામનગરવાળાને ગઈ તા.ર૦–૮–ર૦૧૮ના રોજ કરંટ લાગતા દાઝી જવાથી વધુ સારવાર માટે અમદાવાદ સીવીલ હોસિપટલમાં દાખલ કરતા ચાલુ સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

રસોઇ બનાવતી વખતે દાઝી જતા મહિલાનું મોત

અહીં જી.જી.હોસ્પિટલના ડો.ડી.પી. વસાવડા એ સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૧–૯–ર૦૧૮ના આ કામે મરણજનાર આબેદાબેન હુશેનભાઈ મુંગડા, ઉ.વ.૪૦, રે. એકડે એક બાપુની દરગાહ પાસે, જામનગરવાળા પ્રાયમસ ઉપર રસોઈ બનાવતી વખતે દાઝી જતા તા.૧૭–૯–ર૦૧૮ સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

જામજોધપુરમાંથી બે આંકડાશાસ્ત્રી ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જામનગરના એલ.સી.બી.ના હેડ કોન્સ. દિલીપભાઈ નાગરભાઈ તલાવડીયાએ ફરીયાદ નોંધાવી છે કે, જામવાડી ગામે, રામ મંદિર પાસે, જામજોધપુરમાં  રણછોડભાઈ ઉર્ફે નારણ ગોરધનભાઈ વિરોજા, જયેશભાઈ નાથાભાઈ પુરોહીત એ પોતાના અંગત ફાયદા માટે વર્લીમટકાના આંકડામાં રૂબરૂમાં ગ્રાહકો પાસે લઈ પૈસાનો હારજીતનો જુગાર રમી રમાડી વર્લીમટકાના જુગારના સાહીત્ય સાથે રોકડા રૂ.૩ર૦૦૦ તથા એક સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂ.૧૦૦૦ મળી કુલ રૂ.૩૩૦૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(2:40 pm IST)