Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

કોટડાસાંગાણીમા ભારતીય કિશાન સંઘની સભા યોજાઈ ખેડુતાના પ્રશ્નોને લઈને લડિ લેવાના મુડમા

કોટડાસાંગાણી, તા.૧૮: કોટડાસાંગાણીના સરદાર ચોકમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ભગવાન બલરામની જન્મ જયંતીની ઉજવણી કરી ખેડુત સભા સંબોધવામા આવી હતી. અને ખેડુતોના પ્રશ્ને લડિ લેવાના સંકેતો આપ્યા હતા. ભારતીય કિસાનસંઘ દ્રારા કોટડાસાંગાણીના સરદાર ચોકમા ભગવાન બલરામજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમની શરૃઆત ભગવાન શ્રી રામનું બલરામની આરતી ઉતારી તેમજ સરદાર ચોક ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરાયા હતા ત્યારે બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડુત સભા સંબોધવામાં આવી હતી. જેમાં ખેડૂતો સાથે થઇ રહેલા અન્યાયને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ ખેડૂતોનું સંગઠન રાજય થી લઈને જિલ્લા તેમજ તાલુકા લેવલે વધુ મજબૂત બને તે માટે ખેડૂતોને અનુરોધ કરાયો હતો. સાથે જ સરકારી બાબુઓ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને થઈ રહેલા અન્યાય મુદ્દે જો કોઈ આગામી દિવસોમાં નિરાકરણ નહીં આવે તો ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ મુદ્દે લડત કરવાની તૈયારી પણ દર્શાવી હતી આ તકે

રાજકોટ જિલ્લા કિસાન સંદ્યના પ્રમુખ દિલીપભાઈ સખીયા કોટડાસાંગાણી તાલુકા કિશાન સંઘ પ્રમુખ ધર્મેશભાઈ સોરઠિયા ઉપ પ્રમુખ રાજુભાઈ ભુત તેમજ વિનોદ ભાઈ વદ્યાસીયા મુકેશભાઈ ઘેલાણી મેહુલભાઈ સોરઠિયા વિજયભાઈ સોજીત્રા ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોનું સંગઠન વધુ મજબૂત બને તે માટે ખેડૂતોને અનુરોધ કરાયો હતો..(૨૨.૪)

(12:19 pm IST)