Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

જામકંડોરણા ખાતે કેન્સર ગ્રસ્ત રપ દર્દીઓને નિઃશુલ્ક સારવાર અપાઇ

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ૧૮ :.. જામકંડોરણા ખાતે માનવતા ગ્રુપ દ્વારા વિનામુલ્યે કેન્સર નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો આ કેમ્પને કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવેલ.

આ તકે રાજકોટ જીલ્લા દૂધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, યાર્ડના ચેરમેન વિઠલભાઇ બોદર, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

આ કેમ્પમાં ડો. કિન્નર શાહ (કેન્સર સર્જન), ડો. યશ શાહ (ઓરલ એન્ડ મેકસીલોફેસિયલ સર્જન) તેમજ મડી લાઇફ ફાઉન્ડેશનના હરીશભાઇ જાદવ, હાર્દિક પ્રજાપતિ સહિતનાએ સેવાઓ આપેલ આ કેમ્પમાં માંગરોળ, વેરાવળ, સુરેન્દ્રનગર તેમજ આ વિસ્તારના રપ થી વધારે દર્દીઓને તપાસવામાં આવેલ.

ડો. કિન્નર શાહે જણાવેલ કે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ૬૦ ટકા કેન્સર તમાકુ ખાવાથી અને અન્ય કેસોમાં દારૃ, નોનવેઝ, મેદસ્વીપણું અને વાયરસથી કેન્સરનું પ્રમાણ વધેલ છે. તમાકુ માણસનો સૌથી મોટો દુશ્મન અને તેના દ્વારા થયેલ કેન્સર યોગ્ય સારવારથી મટી શકે છે. કેબીનેટ મંત્રી રાદડીયાએ ડો. કિન્નર શાહ તેમજ તેમની ટીમને બિરદાવી હતી.

કેમ્પને સફળ બનાવવા માટે માનવતા ગ્રુપના કાર્યકર્તાઓ વિજયભાઇ રાણપરીયા, દિપકભાઇ ગજેરા, અરવિંદભાઇ વાડોદરીયા, મનસુખભાઇ બાલધા, પ્રવિણભાઇ દોંગા, ધર્મેન્દ્રભાઇ બાબરીયા, ભોલાભાઇ સોલંકી, હિતેશભાઇ દોંગા સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. (પ-૭)

(12:07 pm IST)