Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

મુળી નદી કાંઠા વિસ્‍તારમાં વિજ ચેકીંગ ટીમ ઉપર હુમલો

અજાણ્‍યા યુવકે ૪ ગાડીના કાચ ફોડયાઃ ખૂનની ધમકી

વઢવાણ, તા. ૧૮ :. મુળીમાં વીજચોરી થતી હોવાની રજૂઆતને ધ્‍યાને લઈ પીજીવીસીએલ ટીમ દ્વારા સુરેન્‍દ્રનગરથી મોટા કાફલા સાથે નદીકાંઠે તપાસ આરંભી હતી. જેમા અજાણ્‍યા યુવાન દ્વારા ચાર જેટલી ગાડીના કાચ તોડી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર ફેલાઈ હતી.

મુળી તાલુકામા કાયદો અને વ્‍યવસ્‍થા જાણે કેટલાક સમયથી કથળી હોય તેવુ લાગી રહ્યુ છે. સુરેન્‍દ્રનગર પીજીવીસીએલની ટીમને સ્‍થાનિક કક્ષાએથી મળેલી માહિતી મુજબ મુળી નદીકાંઠે આસપાસ વિજચોરી થતી હોવાની રજૂઆતના પગલે કાર્યપાલક ઈજનેર બી.એન. પટેલ, લાઈનમેન બી.સી. ઝાલા સહિતના પોલીસ ટીમ સાથે ચારથી વધુ ગાડીઓ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું.

જેમા ટીમ ચેકીંગ કરી રહી હતી ત્‍યારે કોઈ અજાણ્‍યો યુવાન ત્‍યાં આવી અહીંથી જતા રહો તેમ કહી ગાળો દઈ ચાર જેટલી ગાડીઓના કાચ તોડી નુકશાન પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે ગુન્‍હો નોંધી તપાસનો   ધમધમાટ  શરૂ  કર્યો  છે.

 

(12:06 pm IST)