Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

મીઠાપુર ટાટા કેમીકલ્સ દ્વારા વર્લ્ડ ઓન વ્હીલ્સ પ્રોજેકટનો પ્રારંભ

(દિવ્યેશ જટાણીયા દ્વારા) મીઠાપુર તા. ૧૮ :.. ઓખા મંડળ તાલુકાના ઔદ્યોગીક શહેર મીઠાપુર ખાતે ૭૪ વર્ષથી કાર્યરત અને ખૂબ જ વિખ્યાત કંપની ટાટા કેમીકલ્સ દ્વારા ટાટા ગ્રુપના ૧પ૦ વર્ષ સોનેરી સફરની ઉજવણીના ભાગરૃપે 'વર્લ્ડ ઓન વ્હીલ્સ' પ્રોજેકટની શરૃઆત કરવામાં આવી હતી.

ટાટા કેમીકલ્સ ભારતમાં દરિયાઇ જૈવ વિવિધતા અને દરિયા કિનારાની ઇકો સીસ્ટમ જાળવવા માટે ભારતમાં સૌપ્રથમ સેન્ટર ઓફ એકસલન્સ ઉપરાંત વર્લ્ડ ઓન વ્હીલ્સ (ડબલ્યુઓ ડબલ્યુ વાઉ) પ્રોજેકટના ભાગરૃપે અનેક સોફટવેર અને કલાઉડ ઇન્ટીગ્રેશનનું પીઠબળ ધરાવતી આ સીટેક કોમ્પ્યુટર્સ સાથે આઇટી સક્ષમ બસ પણ લોંચ કરવામાં આવી હતી.

વાઉ પ્રોજેકટ એ ટાટા કેમીકલ્સ અને એચપીની સહીયારો પહેલ છે. જે ઓખા મંડળ વિસ્તારમાં રહેતા લોકો માટે ડીજીટલ એજયુકેશન ટોપ દૂર કરવા સેતુરૃપ બનશે. સેન્ટર ઓફ એકસલન્સ સોંચ કરતા ટાટા કેમીકલ્સના મેનેજીંગ ડાયરેકટર શ્રી આર. મુકુન્દને કહ્યું હતું કે અમે ટાટા ગ્રુપની ૧પ૦ માં વર્ષની સોનેરી સફરની ઉજવણી કરી રહ્યા હોવાથી દરિયાઇ જૈવ વિવિધતાના સંરક્ષણના સંસ્થાકીય કરણ માટે અમારૃં પ્રથમ સેન્ટર ઓફ એકસલન્સ લોંચ કરતા મને આને આનંદ થાય છે. (પ-૧૪)

(12:06 pm IST)