Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

શિક્ષકોનું કાર્ય ખુબ ઉમદા, વ્યકિતના જીવનમાં તે સદૈવ જીવંત રહે છેઃ પૂ. સર્વમંગલ ભગત

ભાવનગર જીલ્લા આચાર્ય સંઘનો વાર્ષિક સમારોહ યોજાયો

વેળાવદર તા ૧૮ : ભાવનગર જીલ્લા આચાર્ય સંઘના વાર્ષિક સમારોહને ઉદ્બોધન કરતાં સ્વામીનારાયણ મુખ્ય મંદિરના કોઠારી પ.પૂ. સર્વમંગલ ભગતે જણાવ્યું કે ''શિક્ષકોનું કાર્ય ખુબ ઉમદા છે. વ્યકિતના જીવનમાં તે સદૈવ જીવંત રહે છે. સમાજ ઘડતરના આ શિલ્પીઓને તે વ્યકિત ગમે ત્યાં પહોંચેે પણ તેને તે હંમેશ ભૂલી શકતો નથી. કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને થી જીલ્લા શિક્ષણાધિકારી એ.બી.પ્રજાપતિ એ આપના સંગઠનથી મળેલા તમામ પ્રશ્નો ઉકેલાઇ ગયાનો અને બાકી રહેતા પ્રશ્નો ઝડપથી સુલઝાઇ જવાની હૈયાધારણ આપી હતી. ગ્રાન્ટ, સ્ટીકર વગેરેના મુદાઓ નજીકના સમયમાં ઉકેલવાની ખાત્રી વિગત આપી. નિવૃત થતા આચાર્યશ્રીઓ શ્રી કિશોરભાઇ ઉપાધ્યાય , એન.પી. વ્યાસ અને ભાનુભાઇ ભટ્ટ નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લાના પ્રથમ આવનારા ધો.૧૦/૧૨ ના તેજસ્વી તારલા વિદ્યાર્થીઓનું અભિવાદન કરવામાં આવ્યું. સ્વાગત પ્રવચન ઘનશ્યામસિંહજી ગોહિલે કર્યુ હતું

જિલ્લાના પ્રશ્નો અને સાંપ્રત સંઘની સ્થિતીની ચર્ચા પ્રમુખશ્રી જિતેન્દ્રસિંહ વાળાએ કરી ગુ.મા.શિ.બોર્ડ સભ્યશ્રી કે.એ. બુટાણી, રસિકભાઇ હરસમાએ પ્રાસંગિક વાત કરી, રાજય કક્ષાના પ્રશ્નોની રજુઆત અને ફલશ્રુતિ તખુભાઇ સાંડસુરે રજુ કરી આભારદર્શન ઘાશ્યામસિંહ રાઠોડે કર્યુ હતું. સંકલન ડો. રામદેવસિંહ ગોહિલ, બાબુભાઇ પંડયા,શ્રી જયુભા ગોવિંદભાઇ બગડાએ કરેલ હતું (૩.૨)

(11:52 am IST)