Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મોરબીના વિસીપરામાં આવેલા ખડીયાપરામાં એક મહિલા સહીત ચાર ઝડપાયા.

મોરબીના વિસીપરામાં આવેલા ખડીયાપરામાં એક મહિલા સહીત ચાર પત્તાપ્રેમીઓને જુગાર રમતા મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ મોરબી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા ખડિયાપરામાં જુગાર રમતા સંજયભાઈ રમેશભાઈ ડેડવાણીયા, મુકેશભાઈ શીવાભાઈ સાલાણી, રોહિતભાઈ સંજયભાઈ સેખાણી અને વનીતાબેન નારાયણભાઈ બહુકીયાને રોકડ રકમ રૂ.૧૫૬૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

 

(10:29 pm IST)