Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મોરબીના મહેન્દ્રનગર ધારડી વિસ્તારમાં રહેતા માતા-પુત્રી કોઈને કહ્યા વગર ઘેરથી ચાલ્યા ગયા:. પોલીસે તપાસ આદરી.

મોરબીના મહેન્દ્રનગર ધારડી વિસ્તારમાં રહેતી માતા-પુત્રી ઘરેથી કોઈને કહ્યા વગર જતા રહેતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ધારડી વિસ્તારમાં રહેતા સંગીતાબેન રમેશભાઈ મોરડીયા (ઉ.૪૫) અને પ્રિયા રમેશભાઈ મોરડીયા (ઉ.૧૩) બંને ગત તા. ૧૪ ના રોજ સવારના સુમારે કોઈને કહ્યા વગર ઘરેથી જતા રહેતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:26 pm IST)