Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ ફર્નીચરના વેપારીને માર મારી કોરા ચેક લખાવ્યા : ૧૧ આરોપીઓ સામે ફરિયાદ.

બળજબરીથી બેન્કના ચેક લખાવી ઓફિસે બોલાવી માર મારી પૈસાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

મોરબીમાં ફર્નીચરના વેપારીએ ચારેક વર્ષના સમયગાળામાં અલગ અલગ ૧૧ જેટલા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લઈને બાદમાં વ્યાજખોરોએ બળજબરીથી બેન્કના ચેક લખાવી ઓફિસે બોલાવી માર મારી પૈસાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના પીપળી ગામ નજીક ગોકુલધામ સોસાયટીમાં રહેતા અને મૂળ જુનાગઢના વતની ભાર્ગવભાઈ પ્રાણભાઈ રોજીવાડીયા (ઉ.૩૩) તે મિલન ફર્નીચર શો રૂમ ચલાવે છે અને રામચોકમાં આઈડિયા સ્ટોર ચલાવતા હોય તેને મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ભાર્ગવભાઈ રોજીવાડીયાએ ચારેક વર્ષના સમયગાળામાં અલગ અલગ જગ્યાએ થી અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લીધેલ હોય જે રૂપિયા વ્યાજ સહીત ચૂકવી આપેલ હોવા છતાં આરોપી કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા હનુભા ઝાલા( રહે-મોટા દહીંસરા ), ગજેન્દ્રભાઈ ઉર્ફે ગોપાલભાઈ ભટ્ટ( રહે-મોરબી વાવડી રોડ) ટીંકુભાઈ સિંધી લુવાણા( રહે-મોરબી યુમનાંનગર), ભગીરથસિંહ જે જાડેજા (રહે-મોરબી) રણછોડભાઈ જીવનભાઈ (લાલભાઈ) (રહે-બરવાળા), વીરપાલસિંહ નાથુભા ઝાલા(રહે-પંચાસર), યશભાઈ ખીરૈયા(  રહે-મોરબી યુમનાંનગર ), મયુરસિંહ હરપાલસિંહ જાડેજા(રહે-મોરબી), સુખદેવસિંહ જાડેજા (રહે-મોરબી સામાકાઠે વિદ્યતનગર ) નીરુભા ઝાલા (રહે-શનાળા )અને પ્રશાંતભાઈ રમેશભાઈ કણસાગરા (રહે-રાજકોટ) એ ફરિયાદી ભાર્ગવભાઈને ફોન પર તેમજ રૂબરૂ જે જગ્યાએ મળે તે જગ્યાએ ધાક ધમકી આપી ડરાવી બળજબરીથી અલ્હાબાદ, એચડીએફસી, સેન્ટ્રલ બેંકના કોરા ચેકો લખાવી ઉચા વ્યાજ ના પૈસાની માગણી કરી પૈસા ન આપે તો મારી નાખવાની ધમકી આપી આરોપી વીરપાલસિહ ઝાલાના આજથી દશેક દિવસ પહેલા પોતાની ઓફિસે બોલાવી માર મારી વ્યાજના પૈસાની માગની કરી ન આપે તો મારી નાખવાની ધમકી આપી તમામ ૧૧ આરોપીઓએ પોતે વ્યાજે રૂપિયા આપવાનું લાયસન્સ ન ધરાવતા હોવા છતાં ફરિયાદીને વ્યાજે રૂપિયા આપી તેની પઠાણી ઉધરાણી કરી બળજબરીથી કોરા ચેક લખાવી લઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:24 pm IST)