Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

માળિયા તાલુકાના ૧૮ ગામોને બ્રાંચ કેનાલમાંથી પાણી આપવા ઉચ્ચકક્ષાએ રજૂઆત

પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો.

મોરબી : વરસાદ ખેંચાયો છે ત્યારે માળિયા તાલુકાના છેવાડાના ગામોને સિંચાઈની સુવિધા મળતી નથી અને કેનાલ હોવા છતાં ખેડૂતો પાણીથી વંચિત રહી ગયા હોય જેથી પૂર્વ ધારાસભ્ય દ્વારા ૧૮ ગામોને સિંચાઈનું પાણી મળે તે માટે નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

 મોરબીના પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે ચાલુ વર્ષે વાવણીલાયક વરસાદ થયા બાદ ખેડૂતોને સારા પાકની આશા બંધાઈ હતી અને વાવેતર કર્યું હતું જોકે હવે વરસાદ ખેંચાયો છે ત્યારે માળિયા તાલુકાના ૧૮ ગામોના ખેડૂતોના મોલને બચાવવા નર્મદા યોજનાની માળિયા બ્રાંચ કેનાલમાં પુરતું પાણી છોડવા, ઢાંકીથી હળવદ સુધીમાં પાણી ચોરી અટકાવવા અને ગેરકાયદેસર ચાલતી મોટરો બંધ કરાવવા તેમજ માળિયા તાલુકાના ખીરઈ ગામ સુધી સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવું આયોજન કરવું જરૂરી છે માળિયા તાલુકાના ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય કરવા માંગ કરી છે.

 

(10:20 pm IST)