Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મોરબીના મચ્છુ ૨ ડેમના કમાંડ એરિયાના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા માંગ

માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેને પત્ર લખી માંગ કરી.

મોરબીના મચ્છુ ૨ ડેમમાંથી કમાંડ એરિયામાં આવતા ગામના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવે તેવી માંગ મોરબી માર્કેટિંગ યાર્ડના વાઈઝ ચેરમેન દ્વારા કરવામાં આવી છે
મોરબી માર્કેટિંગ યાર્ડના વાઈઝ ચેરમેન મગનભાઈ વડાવીયાએ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી તાલુકાના મચ્છુ ૨ ડેમમાંથી કમાંડમાં આવતા કુલ ૧૪ ગામોને સિંચાઈનું પાણી આપવું જરૂરી છે આ વર્ષ ચોમાસું પાક સારો થયો છે હાલ વરસાદ ખેંચાતા ખેડૂતોને પાક નિષ્ફળ જાય તેમ છે સરકાર દ્વારા આપેલ સુચના મુજબ પીવા માટે પાણી રીઝર્વ રાખવા જણાવેલ પરંતુ હાલની સ્થિતિએ મચ્છુ ૨ ડેમમાં ૧૬૦૦ MCFT પાણી રહેલ છે
જો ખેડૂતોને સિંચાઈ માટે એક પાણ પુરતું પાણી આપવામાં આવે તો ૨૦૦ MCFT પાણીની જરૂરિયાત રહે અને તો પણ ડેમમાં ૧૪૦૦ MCFT પાણી જથ્થો રહેશે હાલ દર મહીને પીવાના પાણી માટે ૨૦૦ MCFT જથ્થો ઉપદે છે મચ્છુ ૨ ડેમમાં રહેલ પાણીમાંથી સિંચાઈ માટે એક પાણ આપવામાં આવે તો પણ પીવાના પાણીનો જથ્થો માર્ચ ૨૦૨૨ સુધી ચાલશે જેથી ખેડૂતોના પાક નિષ્ફળ જતા બચાવવા સિંચાઈ પાણી આપવા માંગ કરી છે.

(10:18 pm IST)