Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મોરબીના સાપર ગામે જાહેર રસ્તાને નુકશાન અને ગેરકાયદેસર બાંધકામ અંગે રજૂઆત

સાપર ગામના ખેડૂત આગેવાનોએ મામલતદારને આવેદન પાઠવ્યું.

માળિયા તાલુકાના સાપર ગામના ખેડૂત આગેવાનોએ મામલતદારને આવેદન પાઠવીને ચોમાસા પાણીનો નિકાલ ગેરકાયદેસર રીતે ચાલુ કરી જાહેર રસ્તાને નુકશાન પહોંચાડવા તેમજ ગેરકાયદેસર બાંધકામ કરવા બાબતને લઈને રજૂઆત કરી છે
જે આવેદનમાં સાપર ગામના ખેડૂતોએ જણાવ્યું છે કે ગામની સીમ જમીન નં ૪૬૨ પૈકી 1 અને જસમતગઢ રેવન્યુ સર્વે નં ૪૬૧ માં ફેક્ટરી આવેલ છે તે સર્વે નંબરના ચોમાસું પાણીનો નિકાલ સર્વે નંબરની દક્ષીણ બાજુએ આવેલ હતો પરંતુ ઉત્તર બાજુએ આવેલ ફેક્ટરી માલિક દ્વારા ચોમાસાના પાણી તથા ફેક્ટરીનું પ્રદુષિત પાણી નિકાલ પાવડીયારી મંદિરના રસ્તા પર કરવામાં આવે છે આ રસ્તો ખેડૂતોને આવવા જવા માટેનો મુખ્ય માર્ગ હોય અને યાત્રાળુઓ પણ આ રસ્તે મોટી સંખ્યામાં અવરજવર કરતા હોય છે ત્યારે ફેક્ટરી માલિક દ્વારા પૂર્વ બાજુએ આવેલ રસ્તે કર્મચારીના ક્વાર્ટર બનાવેલ જે ક્વાર્ટરનું પ્રવેશદ્વાર ફેક્ટરીની અંદર રાખવાનું હોય તેના બદલે પાવડીયારી મંદિર સામે કર્મચારીના કવાર્ટર અને ચાપાણીની દુકાન બનાવેલ છે
મુખ્ય માર્ગ પર દબાણ ઉભું કરેલ છે જેથી તાત્કાલિક ધોરણે લેબર ક્વાર્ટરના પ્રવેશદ્વાર રસ્તા બાજુની સાઈડ બંધ કરાવી ફેક્ટરી અંદર બનાવવામાં આવે અને ફેક્ટરીનું દુષિત પાણી અને ચોમાસું પાણીનો નિકાલ કુદરતી ઢાળ મુજબ કરવામાં આવે તેવી માંગ કરી છે

(10:15 pm IST)