Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મોરબીથી જતા ટ્રકો રોરો ફેરી ટ્રેનમાં લઇ જવા, રો મટીરીયલ્સ ટ્રેનમાં લાવવા અંગે ચર્ચા.

રો મટીરીયલ્સ અને ટાઈલ્સના લોડીંગમાં તેમજ એક્સપોર્ટમાં ભાડાનો ફાયદો થશે

મોરબી સિરામિક એસોના હોદેદારો દ્વારા આજે રેલ્વે વિભાગના અધિકારી સાથે રૂબરૂ મુલાકાત કરીને મોરબીથી જતા ટ્રકોને રોરો ફેરી ટ્રેન દ્વારા લઇ જવા અને રો મટીરીયલ્સ ટ્રેનમાં લાવવા અંગે રજૂઆત કરી હતી

મોરબી સિરામિક એસો પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા અને હરેશભાઈ બોપલીયા સહિતના અગ્રણીઓ અમદાવાદ ખાતે ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર કોર્પોર્શન ઓફ ઇન્ડીયા લી. ( મીનીસ્ટ્રી ઓફ રેલ્વે, નવી દીલ્હી ) ડાયરેક્ટર નન્દુરી શ્રીનિવાસ તેમજ અન્ય ઓફીસરોને રૂબરૂ મળ્યા હતા જેમાં મોરબીથી જતા ટ્રકોને રોરો ફેરી ટ્રેન દ્વારા લઇ જવા તેમજ રો મટીરીયલ્સને ટ્રેનમા લાવવા અને એક્સપોર્ટ માટે આઇસીડી ચાલુ કરવુ તે બાબતો માટે ચર્ચા કરી હતી
આવનાર સમયમાં આ સર્વિસ ચાલુ થાય તે માટે ઘટતું કરવા અધિકારીઓએ ઈચ્છા દર્શાવી હતી અને મોરબીમાં આવનાર રો મટીરીયલ્સ અને ટાઈલ્સના લોડીંગમાં તેમજ એક્સપોર્ટમાં ભાડાનો ફાયદો થશે તેવી આશા ઉદ્યોગપતિઓએ સેવી છે.

(10:14 pm IST)