Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મોરબીમાં વ્રત પૂર્ણ થયા બાદ દશામાંની મૂર્તિની ગંદા પાણીમાં પધરામણી થતા રોષ

નવ દિવસ માતાજીની શ્રદ્ધાપૂર્વક આરાધના કરાય છે અને બાદમાં મૂર્તિ ગંદા પાણીમાં પધરાવી દઈને આવું અપમાન કરવું યોગ્ય નથી.

મોરબીમાં શ્રદ્ધાળુઓએ તાજેતરમાં દશામાંના વ્રતની ઉજવણી કરી હોય અને પરંપરાગત રીતે દશામાં મૂર્તિ નદીમાં પધરાવવામાં આવતી હોય છે જોકે નદીમાં ગટરના ગંદા પાણી હોય જ્યાં મૂર્તિઓ પધરાવવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે

વિશ્વ હિંદુ પરિષદ મોરબી શહેર પ્રમુખ કે બી બોરીચાએ જણાવ્યું છે કે દશામાંના વ્રતની શ્રદ્ધાપૂર્વક બહેનોએ ઉજવણી કરી છે અને છેલ્લા દિવસે પૂજા પાઠ કરી બાદમાં માતાજીની મૂર્તિ નદીમાં પધરાવવામાં આવતી હોય છે જોકે નદીમાં હાલ ગટરના ગંદા પાણી ભળ્યા હોય જ્યાં માતાજીની મૂર્તિ પધરાવી છે જે યોગ્ય નથી નવ દિવસ માતાજીની શ્રદ્ધાપૂર્વક આરાધના કરાય છે અને બાદમાં મૂર્તિ ગંદા પાણીમાં પધરાવી દઈને આવું અપમાન કરવું યોગ્ય નથી.

(10:12 pm IST)