Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મોરબીમાં વ્યાજખોરો ૧૦ થી ૩૦ ટકા ઊંચું વ્યાજ વસૂલવા સાથે ત્રાસ આપતા હોવાની લોકદરબારમાં ફરિયાદ ઉઠી.

ભોગ બનનાર સંકોચ રાખ્યા વગર પોલીસનો સંપર્ક કરે. કોઇ ચમરબંધી ને છોડવામાં નહી આવે: એસ. પી. ઓડેદરા.

મોરબી જિલ્લામાં લોકોની મજબૂરીનો લાભ લઇ વ્યાજંકવાદીઓ ૩૦ ટકા જેટલું ઊંચું વ્યાજ વસુલાત હોવાનું આજે ખાસ લોક દરબારમાં બહાર આવ્યું છે. ભારે વ્યાજંકવાદીઓ નાથવા માટે એસપીની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો આજે લોક દરબાર યોજાયો હતો. પણ વ્યાજખોરોનો શિકાર બનેલા લોકો ફરિયાદ કરવા માટે ઉદાસીન વલણ દાખવ્યું હોય એમ આ જિલ્લા કક્ષાના લોક દરબારમાં માત્ર છ અરજીઓ જ આવી હતી.
મોરબી એ ડિવિઝન પોલીસ મથકે આજે વ્યાજખોરોના ત્રાસ સંબંધી લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ દ્વારા એસપી એસ.આર.ઓડેદરાની અધ્યક્ષતામાં યોજાયેલા આ લોક દરબારમાં ડીવાયએસપી રાધિકા ભારાઇ અને જિલ્લાના આઠેય પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આ જિલ્લા કક્ષાના લોક દરબારમાં વ્યાજખોરોના ત્રાસની માત્રને માત્ર છ જેટલી જ અરજી આવી હતી. એ પણ ૩ મોરબી એ ડિવિઝન અને ૩ બી ડિવિઝનની જ હતી. મોરબી શહેર સિવાય જિલ્લામાંથી એકેય અરજી આવી ન હતી. જો કે શરૂઆતમાં  આઠથી દસ લોકોજ હાજર હોવાથી અન્ય લોકોને બોલાવી લોક દરબાર પૂરો કરવામાં આવ્યો હતો.
છ જેટલી રજુઆતમાં ૧૦ ટકાથી માંડીને ૩૦ ટકાના ઉંચા વ્યાજદરે પૈસા લીધા હોય વ્યાજકવાદી ત્રાસ આપતા હોવાની ફરિયાદ હતી. આ ઉપરાંત એક પરિવારે ખેતી માટે રૂ ૫૦,૦૦૦ વ્યાજે પૈસા લીધા હતા. દોઢ વર્ષમાં વ્યાજ ૧૫ લાખે પહોંચી ગયું છે. આ પરિવારના કહેવા મુજબ પાંચથી છ લાખ ચૂકવી દીધા છતાં ૧૦ થી ૧૧ લોકોની મંડળી પઠાણી ઉઘરાણી કરે છે. આથી એસપીએ કહ્યું હતું કે હજુ પણ કોઈ ભોગ બનનાર હોય તો તેઓએ એક્દમ નિર્ભય બની ફરિયાદ કરવા પોલીસ મથકે આવી અથવા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના મોં. 74339 75943  માં જાણ કરી શકે છે. વ્યાજકવાદને કંઈપણ કાળે ચાલવી નહિ લેવાઈ, ભલભલા ચમરબંધીને પણ છોડવામાં નહિ આવે અને આજે આવેલી રજુઆતની યોગ્ય કર્યાવહી કરવાનું જણાવ્યું હતું.

 

(10:09 pm IST)