Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

કેન્દ્રમાં મંત્રી બન્યા બાદ જન આશિર્વાદ યાત્રા સાથે ડો. મહેન્દ્ર મુંજપરા ચામુંડાધામ પહોંચ્યા

યાત્રામાં જિલ્લા ભાજપ અગ્રણીઓ સહિતના જોડાયા : આગેવાનો અને સાધુ - સંતો અને લોકોએ ભાવભર્યુ સ્વાગત કર્યુ : લોકો વચ્ચે રહીએ છીએ એટલે લોકોના આશિર્વાદ આપે છે : ડો. મુંજપરા

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા. ૧૮ : સુરેન્દ્રનગર જીલ્લા સાસંદને કેન્દ્ર સરકારમાં રાજયકક્ષાના મંત્રી બનાવ્યા બાદ  અમદાવાદથી સુરેન્દ્રનગર સુધીમાં ત્રણ જીલ્લાને સાકળતી જન આશિર્વાદ યાત્રા નિકળેલ છે.

ગઇકાલે શરૂ થયેલ આ યાત્રા મંગળવારના બીજા દિવસે જનતાના ચામુંડાધામ ચોટીલા ખાતે આવી પહોંચેલ હતી. જેમા યાત્રામાં જીલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, પૂર્વ પંચાયત મંત્રી જયંતિભાઇ કવાડીયા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, વર્ષાબેન દોશી, નિતિનભાઇ ભારદ્વાજ, રાજુભાઇ ધ્રુવ, પ્રકાશભાઇ સોની સહિતના અગ્રણીઓ જોડાયેલ.ચોટીલા શહેર અને ગ્રામ્ય ભાજપ પરિવાર દ્વારા બાઇક રેલી સાથે વધામણાં કરેલ હતા શહેરના પ્રવેશ કનૈયા ચોકડી, ચામુંડા ચાર રસ્તા, તળેટી, ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.

ચોટીલા ખાતે ભાજપ અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, અનિરૂધ્ધસિંહ પઢીયાર, મેરૂભાઇ ખાચર, તેજાભાઇ શિયાળીયા, જય શાહ, પાલિકા પ્રમુખ જયદિપભાઈ ખાચર, અજય સામંડ, સહિતના ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત કરેલ હતું ચામુંડા તળેટી ખાતે પંચાળ પંથકના ધાર્મિક જગ્યાના સંતો મહંતો ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવેલ હતા.આ પ્રસંગે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ડો. મહેન્દ્રભાઇએ જણાવેલ કે મને નરેન્દ્રભાઇએ પ્રધાન બનાવી જે સન્માન મળ્યું છે તે જીલ્લાની જનતાનું સન્માન છે. તમામ જનતાના આશિર્વાદ લેવા આ યાત્રા લઇને નિકળ્યો છું. ૩૮૫ કીમી ચાલવાની છે. ૫ જીલ્લામાંથી પસાર થશે, ધાર્મિક સ્થાનો સાધુ સંતો, પૂજનિય વ્યકિતના આશિર્વાદ મેળવીશું, શહિદ જવાન પરિવારને મળુ છું સેવાકિય સારા કાર્ય મારી ગ્રાન્ટ માંથી કરૂ છું.ઙ્ગસંસદિય વિસ્તારમાં ૧૨ એમ્બ્યુલન્સ આપેલ છે.

(2:50 pm IST)