Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

લાઠી શહેર યૃવા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ સોનીનું કોરોના કાળમાં શ્રેષ્ઠ કામગીરી બદલ કોરોના વેરિયર્સ તરીકે સન્માન

મામલતદાર વી.જે.ડેર ના શુભ હસ્તે મને સ્મૃતિચિન્હ આપી સન્માનિત કરાયા :કોરોના કાળમાં અનેકવિધ સેવાકાર્યો કર્યા હતા

લાઠી : કોરોના મહામારીમાં સમગ્ર દુનિયા ઝઝૂમી રહી છે, ભારતમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો હતો તેવા સમયે સમાજ ઉપયોગી અને અનેક વિધ સેવાકાર્યો થકી લોકહિતના કાર્યો કરવા બદલ તાલુકા વહીવટી તંત્ર દ્વારા કોરોના વેરિયર્સ તરીકે સન્માન કરાયું છે જેમાં લાઠી શહેર યૃવા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ સોનીને  કોરોનાકાળમાં શ્રેષ્ઠ કામગીરી બદલ કોરોના વેરિયર્સ તરીકે તરીકે મામલતદાર વી.જે.ડેર ના શુભ હસ્તે સ્મૃતિચિન્હ આપી સન્માનિત કરવામાં આવેલ હતા

 અત્રે ઉલ્લેખનીય છે કે લાઠી શહેરના યુવા સોની અગ્રણી ધર્મેશભાઈ સેવા કાર્યોમાં સદા અગ્રેસર રહે છે કોરોના કાળમાં તેઓએ અનેકવિધ સેવાકાર્યો થકી લોકહિતના કર્યો કર્યા હતા અને લોકોમાં ખુબ જ આદર પામ્યા હતા

(1:44 pm IST)