Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ખંભાળીયા-જામનગર હાઇવે પર સ્વિફટ કાર ડીવાઇડર સાથે અથડાતા ત્રણને ઇજા

ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૮ :.. રીલાયન્સ ટાઉન શીપ પાસે પુરપાટ ઝડપે જઇ રહેલી જીજે-૬-પીડી-૮૩૧૮ નંબરની સ્વિીફટ કાર ડીવાઇડર પર ચડી જતાં કારમાં સવાર નેહાબેન કેતનભાઇ પટેલ (ઉ.વ.રપ), સર કેતનભાઇ પટેલ (ઉ.વ.૧૧) તથા જયશ્રીબેન ભરતભાઇ (ઉ.વ.૬પ) ને ઇજા થતાં ૧૦૮ મારફતે તેમને જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(1:23 pm IST)