Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

સમગ્ર કાઠી સમાજ અને જૂનાગઢનું ગૌરવ વધારતા આદર્શ શિક્ષક જીતુભાઈ ખુમાણઃ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૮ : જૂનાગઢના કાઠી કન્યા વિદ્યાલયના શિક્ષક શ્રી જીતુભાઈ ખુમાણને ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ માટે પસંદગી થઈ છે જીતુભાઈ ખુમાણ એ જૂનાગઢના એક આદર્શ અને કર્મઠ શિક્ષક છે તેઓ અનેક સંસ્થાઓમાં જોડાયેલા છે રાષ્ટ્રીય શૈક્ષીકમહાસંઘ ભારત વિકાસ પરિષદ ઇતિહાસ સંકલન સમિતિ અખિલ ભારતીય  વિદ્યાર્થી પરિષદ તેમજ જૂનાગઢના શિક્ષણના ક્ષેત્રમાં તેમનું અનન્ય યોગદાન રહ્યું છે તેમજ ધોરણ ૧૦ અને ૧૨ ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે હંમેશા માર્ગદર્શક રહ્યા છે અને એક તજજ્ઞ તરીકે તેમની સેવા કાયમને માટે રહી છે તેમજ તેઓ એક સારા વકતા અને લેખક છે જૂનાગઢની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને આ સંસ્થાઓમાં પણ તેમનું હર હંમેશ યોગદાન રહ્યું છે સામાજિક ક્ષેત્ર પણ તેમની કામગીરી પ્રશંસનીય રહી છે અને તેમની નીચે અનેક વિદ્યાર્થીઓ આજે સફળતાની ટોચ ઉપર બેઠા છે જીતુભાઈ ખુમાણ એક મોટીવેશનલ સ્પીકર તરીકે પણ તેમનું અનન્ય યોગદાન રહ્યું છે તેમજ તેઓ ઇતિહાસ વિષયમાં પી.એચ.ડી સંશોધન કાર્ય કરી રહ્યા છે ત્યારે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેમની  પસંદગી થતા  તેમના પર ચારે બાજુથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

જીતુભાઈ ખુમાણે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવીને સમગ્ર કાઠી સમાજ અને સમગ્ર જૂનાગઢ નું નામ ગુજરાતમાં રોશન કર્યું છે.

(1:22 pm IST)