Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

પોરબંદરના મિયાણી બળેજ અને માધવપુરમાં ગેરકાયદે : ખાણો ઉપર દરોડાઃ ૧૮ લાખનો મુદામાલ જપ્ત

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૮: તાલુકાના મિયાણી બળેજ તથા માધવપુરમાં પાંચ સ્થળે ગેરકાયદે ધમધમતી ખનીજ ખાણો ઉપ ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડીને પથ્થર કટીંગ મશીનો, જનરેટર સેટ સહીત કુલ ૧૮ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

પોરબંદર જિલ્લા માં ખાણખનીજ વિભાગ દ્વારા મીયાણી બળેજ માધવપુરમાં દરોડા પાડી જીલ્લામાં ૫ જેટલી પત્થરની ખાણોમાંથી રૂ.૧૮ લાખના મશીન કબ્જે કર્યા છે. પોરબંદર જિલ્લામાં ગેરકાદેસર પત્થરની ખાણો ધમધમી રહી છે. તેવી બાતમીના આધારે જીલ્લા કલેકટર અશોક શર્માની સૂચનાથી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા જીલ્લામાં દરોડા પાડવામાં આવ્યા  હતા. જેમાં માધવપુર ભુદરસિમમાંથી સરકારી જગ્યામાં ચાલતી ૨ ખાણ ઝડપી ૪ કટિંગ મશીન ૧ ટ્રેકટર અને ૧ જનરેટર સહિત રૂ.૧૦ લાખના મશીન કબ્જે કર્યા હતા.

બળેજ ગામે ગેરકાયદેસર ખનન કરતા ૨ ખાડા પર દરોડો પાડી આ બંને સ્થળોથી ૫ મશીન કબજે કરી રૂ.૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 આ ઉપરાંત મિયાણી ગામેથી ગેરકાદેસર પત્થરની ખાણના ખાડામાંથી ૩ મશીન અને ૧ જનરેટર સહિત રૂ. ૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.  ખાણખનીજ વિભાગ ની ટીમે જીલ્લા ભરમાં દરોડા પાડી કુલ. રૂ.૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરાઇ તેમજ કાયદેસરના પગલાં લેવા માં આવ્યા છે

(1:19 pm IST)