Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

જૂનાગઢ અંધ કન્યા છાત્રાલયમાં ગોકળદાસ પુરૂષોતમ રાણીંગા હોલનું લોકાર્પણ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ,તા.૧૮: પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જવાહર રોડ ઉપર આવેલ અંધ કન્યા છાત્રાલયમાં દાતાશ્રી ગોકળદાસ પુરષોતમ રાણીંગા ગણોદ વાડા હાલ લન્ડન દ્વારા આ સંસ્થાના ત્રીજા માળે હોલ નું બાંધકામ કરી આજરોજ તા. ૧૬/૮/૨૦૨૧ ને શ્રાવણ માસના બીજા સોમવારે સમારંભના ઉદ્ઘાટક અને લોકાર્પણ લન્ડન નિવાસી શ્રી રમણીકભાઈ રાણીંગા, મુકેશભાઈ રાણીંગા, દિનેશભાઈ રાણીંગા, પ્રકાશભાઈ રાણીંગા તેમજ રાણીંગા પરિવાર ઓનલાઈન ટેકનોલોજી ના માધ્યમથી ઉધ્દ્યાટનમાં જોડાયા હતા તેમજ મહાનગરપાલિકાના મેયર શ્રી ધીરુભાઈ ગોહિલ પણ ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહ્યા હતા.શ્રી ભીખાભાઈ જોશી, ધારાસભ્યશ્રી જુનાગઢ શ્રી તારાબેન અમુ ભાઈ વૈઠા, મહિલા અગ્રણી શ્રી નટુભાઈ રાણીંગા સામાજિક કાર્ય કરો અગ્રણી વેપારીઓ દ્વારા હોલનું ઉદઘાટન કરી આ સંસ્થાને અર્પણ કરેલ.

આ પ્રસંગે માન. શ્રી રવિભાઈ દવે શાસ્ત્રીજી, જુનાગઢ પ્રોફેસર પી. બિ. ઉનડકટ, નાગ ભાઈ વાળા, લલિત ભાઈ દોશી, વજુભાઈ ધકાણ, અભય ભાઈ ચોકસી, વિજયભાઈ કિકાણી, દામજીભાઈ પરમાર, ગીરીશભાઈ મસરૂ, ભરતભાઈ વ્યાસ, વન મેન આર્મી કે.બી. સંઘવી વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી હિરેનભાઈ રુપારેલીયા, મીનાબેન ગોહેલ, આરતીબેન જોશી, હસમુખ ભાઈ ત્રિવેદી, અજીત ભાઈ ગોધવાણી, રૂપલબેન લખલાણી, આધ્યા શકિત બેન મઝમુદાર, પ્રવિણાબેન વાદ્યેલા, સંતોષ બેન મુદ્રા, પ્રોફેસર કાજલબેન નકુમ, મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલ.

અંધ કન્યા છાત્રાલયના કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા, ટ્રસ્ટીશ્રી મુકેશ ગિરી મેદ્યનાથી, બટુક બાપુ, શાંતાબેન બેસ, કિરણબેન જે ડાંગર, છગનભાઈ પટેલ, હાજર રહી પ્રસંગને દિપાવેલ.

સહયોગી કાર્યકર કમલેશભાઈ પંડ્યા, અલ્પેશ ભાઈ પરમાર, જગતભાઈ ડાંગર, પ્રવીણ ભાઈ જોશી, મનહર સિંહ ઝાલા, કે.કે. ગોસાઈ, પ્રજ્ઞેશભાઈ વાજા, એ જહેમત ઉઠાવી પ્રસંગ પૂર્ણ કરેલ.

(1:18 pm IST)