Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ધોરાજીમાં તાજિયા માતમ પરજ રહેશે જુલૂસ બંધ

ઢોલ નગારા પણ વગાડાશે નહીઃ બશીરમીંયા : પોલીસ સ્ટેશન તાજીયા જુલુસ બાબતે શાંતિ સમિતિની મીટીંગ મળી

ધોરાજી, તા.૧૮: પોલીસ સ્ટેશન મોહર્રમની ઉજવણીને લઈ શાંતિ સમિતિની બેઠક ઇન્ચાર્જ ડેપ્યુટી એસ પી મહર્ષિ રાવલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી આ પ્રસંગે ઇન્સ્પેકટર હુકુમતસિહ જાડેજા દ્વારા મોહર્રમની ઉજવણીના ભાગરૂપે તાજિયા કમિટી નીયાં જ કમિટી મહેંદી રાત કમિટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

શાંતિ સમિતિની બેઠકમાં ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઇ વોરા, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણીઓ કિશોરભાઈ રાઠોડ, ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનુભાઇ માથુકિયા, મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા, સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઇ હોતવાણી, ભરતભાઈ બગડા તેમજ ઓલ ઇન્ડિયા મેમણ જમાતના પ્રમુખ હાજી અફરોજભાઈ લાક્કડકુંતા, ધોરાજી નગરપાલિકાના પૂર્વ ઉપાધ્યક્ષ મકબુલભાઈ ગરાણા, બાસીદભાઈ પાનવાલા, ધોરાજી લઘુમતી મોરચાના પ્રમુખ સબીરભાઈ ગરાણા, બોદુભાઈ ચૌહાણ, મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ધોરાજી તાજિયા કમિટી વતી સૈયદ બશીર મિયા રુસ્તમ વાલા એ જણાવેલ કે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને કોરોના સંભવિત ત્રીજી લહેર ને પણ ધીયન રાખી અને સરકાર શ્રી ની ગાઈડ લાઇન મુજબ મોહરમ ની ઉજવણી કરવામાં આવશે અને તાજિયા માતમ માં બેશે ત્યારે પણ દર્શન ના સમયે ગાઈડ લાઇન નું ભંગ ના થાઈ માટે ખાસ સાવચેતી રાખવામાં આવશે અને તાજિયા માતમ માં બેશ શે ઢોલ નગારા પણ નહિ વગાડવામાં આવે જેવી તાજિયા કમિટી તરફ થી સૈયદ બશીર મિયા બાપુ રુસ્તમ વાલા એ ખાતરી આપી હતી અને તેહવાર નિયમિત એ દરેક લોકો સહકાર આપે એવી વિનંતી કરી હતી.

બહાર પૂરા ખ્વાજા સાહેબ દરગાહ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષ યોજાતી ઇતિહાસ શિક નીયાજ કમિટી તરફથી બોદુંભાઈ ચોહાણ નીયાજ કમિટીના પ્રમુખ મેહબૂબભાઈ ખાટકી અને ઇબ્રાહિમભાઈ ભગત ઉપસ્થિત રહ્યા હતા અને બોદુંભાઈ ચોહાણ એ જણાવેલ કે નીયાજ કમિટી દ્વારા નીયાજ મર્યાદિત બનાવવામાં આવશે અને અલગ અલગ વિસ્તારમાં સંસ્થાના બિલ્ડિંગમાં અને બંધ મકાન અને હોલમાં સરકારની ગાઈડ લાઇન અનુસાર નીયાજ બનાવવામાં આવશે અને ખવડાવવામાં આવશે એવી બોદુંભાઈ ચોહાણ એ ખાતરી આપી હતી. મહેંદી રાત કમિટી તરફથી સૈયદ રિયાઝબાપુ ઉપસ્થિત રહ્યા હતા અને મહેંદી રાત ની ઉજવણી માં પણ ચુસ્ત પને સરકાર ની ગાઈડ લાઇન નું અમલ કરવામાં આવશે જેની ખાતરી આપવામાં આવી હતી અંતે ડેપ્યુટી એસપી મહર્ષિ રાવલ  તેહવારની ઉજવણી કાયદા મુજબ કરવામાં આવે એવા સહકાર ની અપેક્ષા રાખી હતી અને ધોરાજી ના પી આઈ હુકુમત સિહ જાડેજા એ જણાવેલ કે મહેંદી રાત થી સતત ત્રણ દિવસ પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે અને જે કોઈ જગ્યા એ સરકારની ગાઈડ લાઇનનું ઉલ્લંઘન થશે તો પોલીસ કાયદેસરના પગલાં ભરશે તેમ ઇન્સ્પેકટર એ કીધુ હતું અને ધોરાજીમાં તાજીયા બાબતે ડેપ્યુટી એસપી મહર્ષિ રાવલ જણાવેલ કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે કોમી એકતા અને ભાઇચારો જળવાઈ રહે તે હેતુથી સરકારની સૂચના નું સ્પષ્ટ પણે પાલન કરવાનું રહેશે નહિતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તાજીયા જુલુસ બાબતે પણ સ્પષ્ટતા કરી હતી કે એક પણ જગ્યા એ થી ઝુલુસ નહિ નીકળે તે સંપૂર્ણ તકેદારી રાખવાની છે તેમ જ બેન્ટવાજા નગારા કે ડીજે ના સાઉન્ડ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી દરેક તાજીયા કમિટી પોતાની રીતે ટાઢા થવા જતા રહે ઝુલુસરૂપે નહીં તે બાબતે ખાસ વિનંતી કરી હતી.(

(1:19 pm IST)