Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

જુનાગઢના વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ર ગુમ થેલા પોલીસે શોધી કાઢ્યા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૮ :  અરજદાર સંકેત ધીરેનભાઇ ઝાલા રહે. જૂનાગઢ આઇ.ટી. કંપનીમાં નોકરી કરી પોતાનુ અને પોતાના પરીવારનુ ગુજરાન ચલાવે છે. તા. ૧૬/૦૮/૨૦૨૧ના રોજ તેઓ ભવનાથ ખાતે ઓટો રીક્ષામાં તેઓના ૨ થેલા સાથે બેસી અને મોતીબાગ આવવા નિકળેલ હતા. ઓટો રીક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ પડેલ કે પોતાના ૨ થેલા સહિતનો સામાન રીક્ષામાં ભૂલી ગયેલ છે. જેમા તેઓના ATM કાર્ડ (પાસવર્ડ સાથે), પેન ડ્રાઇવ કે જેમાં પોતે જે કંપનીમાં ફરજ બજાવે છે તેના અતિ અગત્યના ડોક્યુમેન્ટસ, અન્ય ઓરીજીનલ ડોક્યુમેન્ટ જેવાકે આઇ કાર્ડ, ચુંટણી કાર્ડ, ડ્રાઇવીંગ  લાયસન્સ, વાહનની આર.સી. બુક, અને કપડા વિગેરે જેવો સામાન હતો. જે ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય, તે અને તેમનો પરીવાર વ્યથિત થઈ ગયેલ હતો. સંકેત ધીરેનભાઇ ઝાલા દ્વારા આ બાબતની જાણ સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઇ. જે.જે.ગઢવીને કરતા તેઓ દ્રારા જીલ્લાના નેત્રમ શાખા (કમાન્ડ ્રૂ કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) અને સી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જે.જે.ગઢવી હે.કો. એન.આર.ભેટારીયા, ભાવીકભાઇ કોદાવાલા તેમજ જીલ્લાના નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ,  પો.કો. અશોકભાઇ રામ, રાકેશભાઇ યાદવ, જીવાભાઇ ગાંગણા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા દ્રારા બનાવ સમયના ફૂટેજ તપાસ કરતા, સંકેતભાઇ જે રીક્ષામાં બેઠેલ હતા તે રીક્ષાના નંબર GJ 23 X 6329 શોધી કાઢવામાં આવેલ હતો

(1:16 pm IST)