Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મોરબીમાં એમ.પી.ની બસ આવે ત્યારે ઉઠાડજે તેમ કહી સુઇ જનાર નિંદ્રાધીન યુવાનનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૮: મોરબીના પાવડીયારી કેનાલ નજીક મજુરી કામ અર્થે આવેલ મધ્યપ્રદેશનો વ્યકિતની તબિયત સારી ન હોય અને એમ પી જવું છે તેમ કહી સુઈ ગયા બાદ ઉઠ્યો ન હોય અને તેનું મૃત્યુ નીપજયું હોવાની નોંધ મોરબી તાલુકા પોલીસે કરી છે.

મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશનો વતની અને મોરબી જીલ્લામાં છેલ્લા એકાદ માસથી કડિયા કામની મજુરી કામ અર્થે આવેલ સંતોષભાઈ બાબુભાઈ પવારને કમળો થઇ જતા ગત તા.૧૪ ના અણીયારી-માળિયા રોડ થી એમ પી જવા નીકળેલ અને દ્યરે આવવા માટે નીકળેલ અને તા.૫ ના પાવડીયારી કેનાલ પાસે આવેલ શાક માર્કેટમાં આવેલ સિંગ દારિયાની દુકાન વાળાને કહેલ કે મારી તબિયત બરાબર નથી મને કમળો થઇ ગયેલ છે મારે એમ પી જવું છે એમ પીની બસ આવે ત્યારે મને ઉઠાડજે તેમ કહી સુઈ ગયેલ બાદમાં જાગેલ ન હોય અને મરણ ગયેલ હોવાની નોંધ મોરબી તાલુકા પોલીસે કરી છે.

માળિયા (મી) ના ખાખરેચી ગામે નદીમાં નહાવા પડેલ યુવાનનું મોત

માળિયાના ખાખરેચી ગામે રહેતો સોંડાભાઈ ચનાભાઈ પાટડીયા (ઉ.૨૨) પોતાના ગામમાં નદીમાં ન્હાવા પડતા છાતીમાં તથા ગળાના ભાગે પથ્થર વાગતા ઈજા થતા સારવાર માટે પ્રથમ ખાખરેચી બાદમાં મોરબી અને રાજકોટ ખસેડવામાં આવ્યો હોય જયાં ગત તા. ૬ ના રોજ તેનું મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

તાલુકાના જેતપર ગામે રહેતા જયાબેન મોહનભાઈ મકવાણા (ઉ.૭૦) ગત તા.૯ ના રોજ પોતાના દ્યારે જાત જલાવી લેતા તેણીને સારવાર માટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન ગત તા.૧૦ ના રોજ મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નવાગામે પરિણીતાએ ઝેરી દવા પી લેતા સારવારમાં

નવાગામે રહેતા મંજુબેન રાકેશભાઈ કટારા (ઉ.૨૦) એ વાડીમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે તો ભોગબનનારના લગ્નને ૧ વર્ષનો સમય થયો હોવાની માહિતી મળી હતી તો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:15 pm IST)