Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

સલાયામાં બોગસ વેકિસન સર્ટી બનાવનાર કૌભાંડકારી જેલ હવાલે

બે દિવસની રીમાંડ નામંજુર થતાં

ખંભાળીયા તા. ૧૮ : દ્વારકા જિ. એસ.ઓ.જી.ના જમાદાર ધર્મેન્દ્રસિંહ જાડેજા, એ.એલ.આઇ. રાજેન્દ્રસિંહ જાડેજા તથા જમાદાર મહાવીરસિંહ ગોહીલને સલાયા વિસ્તારમાં બનાવટી વેકિસન સર્ટીફીકેટ બનાવવાનું કૌભાંડ અર્બન સેન્ટર ખંભાળિીયાના કેટલાક હંગામી કર્મચારીઓ મિલી ભગતથી ર૦૦૦/૧પ૦૦ માં સર્ટી ખોટા બનાવી વેચતા હોય તેની જાણ થતા એસ.ઓ.જ.ઇન્ચાર્જ પો.ઇ.પી.સી.સીંગરખીયા તથા એલ.સી.બી. પી.આઇ. જે.એમ.ચાવડા તથા સ્ટાફ દ્વારા આ પ્રકરણમાં આરોગ્ય વિગભાના ત્રણ હંગામી કર્મચારી સહિત વિપુલ નારણ ચૌહાણ, અલ્તાફ હુસેન લોટુ, શબીર આમદભાઇ, હાજી ગની, હાજીજી ઇકબાલ તથા તપન ભરતભાઇ શુકલ, ખંભાળિયા વાળાની ધરપકડ કરીને તેને કોર્ટમાં બે દિવસના રીમાંડ માંગી રજુ કરતા કોર્ટે રીમાંડ નામંજુર કરતા આ ૬ આરોપીઓને જામનગર જેલ હાવેલ કરાયા છે.

બનાવના સંદર્ભમાં આરોપીઓએ ૧પ૦ થી વધુ સર્ટીઓ બનાવી વેંચ્યા હોય તે અંગે તથા સર્ટિ બનાવવામાં પાસવર્ડ તથા આઇ.ડી.નો ઉપયોગ પણ સરકારી અધિકારીનો થયો હોય તે દિશામાં પણ એસ.ઓ.જી.એલ.સી.બી.એ તપાસ હાથ ધરી છે વિદેશ જવા માટે તથા અહી આવીને કામ પર ચડવા માટે વેકિસન સર્ટીની જરૂર પડતી હોય આવા લોકોની ગરજનો લાભ આ શખ્સો ઉઠાવતા હતા.

શાળા વિકાસ સંકુલ દ્વારા પુસ્તકો વિતરણ શરૂ

કલ્યાણપુરના બાટાડી શાળા વિકાસ સંકુલના કન્વીનર જગમાલભાઇ ભેટારિયા તરફથી એક યાદીમાં જણાવાયું છે કે કલ્યાણપુર તાલુકાની સરકારી તથા ગ્રાંટેડ માધ્યમિક તથા ઉ.મા.શાળાઓના ઇ.ડી.એન.ના પાઠય પુસ્તકો ઓનલાઇન ઇન્ડેન્ટ જે શાળાએ પાઠય પુસ્તક મંડળને ભરેલું તે મુજબ વિતરણ કરવામાં આવી રહ્યં છે ત લ જવા અપીલ કરી છે. ઘટતા પુસ્તકો હોય તો લેખિત યાદી આપવા જણાવાયું છે ઘટતા પુસ્તકોની ઓનલાઇન ડીમાંડ શાળા સંકુલ તરફથી કરવામાં આવશે.

બંગલાવાડીમાં કાળોતરા સાપનું સફળ રેસ્કયુ

બંગલાવાડી શકિતનગર વિસ્તારમાં અત્યંત ઝેરી ક્રેર પ્રજાતિનો કાળોતરો સાપ જે દેખાવમાં સુંદર પણ અત્યંત ઝેરી ભુરો ટોક્ષીન ઝેરવાળો હોય છે તે નીકળતા આ સોસાયટીના રહીશોમાં ભારે ભય ફેલાઇ ગયો હતો.

ત્રણ ફુટ લંબાઇના વિકરાટ આ સાપના આગમનની જાણ થતા સામાજિક કાર્યકર તથા સાપના રેસ્કયુલર તરીકે સેવા આપના કુંજન શુકલા દ્વારા સ્થળ પર પહોંચીને સાપનુ઼ સફળ રેસ્કયુ કરીને તેને સલામત જગયાએ છોડવા વ્યવસ્થા કરી હતી

(1:13 pm IST)