Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

જામનગર લાખોટા તળાવમાં યુવક ડુબતા બેશુધ્ધ હાલતમાં બહાર કઢાયો

જામનગર : લાખોટા તળાવમાં ૩૦ થી ૪૦ વર્ષની ઉંમરનો અંદાજનો એક યુવાન ડુબ્યો હતો. આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડના કાફલાએ ઘટના સ્થળે દોડી જઇ તાત્કાલીક યુવકને બેશુધ્ધ બહાર કાઢયો હતો અને ૧૦૮ને જાણ કરાતા તાત્કાલીક ૧૦૮નો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને યુવાનના વાલીની શોધખોળ હાથ ધરી પોલીસને આ અંગે જાણ કરી હતી. (અહેવાલ : મુકુંદ બદીયાણી - તસ્વીરો : કિંજલકુમાર કારસરીયા - જામનગર)

(1:09 pm IST)