Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

જામનગર એસ.ટી. ડેપોમાં અસામાજીક તત્વોનો આતંક : મુસાફરો અને ગરીબ લોકોને ૩ શખ્સોએ મારમાર્યો

જામનગરઃ એસ.ટી સ્ટેન્ડમાં વહેલી સવારે લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી આ અંગે લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ પણ આવી પહોંચી હતી પરંતુ લુખ્ખાઓ પોતાની GJ-1-U-2402નંબરની ટુવહીલર ગાડી મૂકી નાસી ગયા હતા. વહેલી સવારે લુખ્ખાઓએ એસ.ટી.બસ સ્ટેન્ડમાં ટુવહીલર લઈ બસ સ્ટેશનમાં પ્લેટફોર્મ ઉપર ગાડી લઈને ત્રિપલ સવારીમાં આવી સુતેલા મુસાફરો અને ગરીબ લોકોને માર મારવાનો વિડીયો પણ સીસીટીવીમાં કેદ થયો છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી ,તસ્વીરઃ કિંજલ કારસરીયા,જામનગર)

(1:11 pm IST)