Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

કલકત્તામાં પોલીસ ઉપર ફાયરીંગ કરી નાસતા ફરતા આરોપીને જેતપુરમાંથી પકડી પાડતી એલસીબી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧૮ :. રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, એસ.પી. બલરામ મીણાની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા એલસીબી પી.આઈ. એ.આર. ગોહિલ, સ્ટાફના મહેશભાઈ જાની, શકિતસિંહ જાડેજા, નિલેશભાઈ ડાંગર, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, દિવ્યેશભાઈ સુવા, કૌશિકભાઈ જોષી, શહેરમાં પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન બાતમી મળેલ કે પશ્ચિમ બંગાળના હાવરા પો. સ્ટે.માં ગુ.ર. નં. ૧૯૮/૨૦૨૧ આઈ.પી.સી. ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૧૨૦(બી) આર્મ્સ એકટ ૨૫ (૬) ૨૭, ૩૫ના ગુન્હામાં કલકત્તા પોલીસ ઉપર ફાયરીંગ કરી નાસતો ફરતો ભાસ્કર બંસરાજ યાદવ (રહે. હાવરા)વાળો તેની બહેનના ઘેર જાગૃતિનગરમાં રહેતો હોય જે આધારે જાગૃતિનગરમાંથી ભાસ્કરને પકડી પાડેલ છે.

(1:09 pm IST)