Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

પીપરટોડા પાસે બાઈક ગાડાને ઓવરટેક કરવા જતા બાઈક–કાર વચ્ચે અકસ્માત સર્જાતા પત્નિની નજર સામે પતિનું કમકમાટીભર્યુ મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: જામજોધપુર તાલુકાના સડોદર ગામે રહેતા ડાયાભાઈ રવેરામભાઈ તૈરેયા, ઉ.વ.૬૬ એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૭–૮–ર૧ના આ કામે મરણજનાર જીતુભાઈ સામજીભાઈ તૈરેયા, ઉ.વ.૪પ, રે. સડોદર ગામ, તા.જામજોધપુરવાળા તેમજ તેના પત્ની જયોતીબેન તેમનું મોટરસાયકલ લઈલ જામનગર થી સડોદર બાજુ આવતા હોય ત્યારે પીપરટોડા ગામની આગળ બે કિ.મી. બળદ ગાડાની આગળ ઓવરટેક કરવા જતા બળદ ગાડાની ઘોસરી જીતુભાઈની મોટરસાયકલમાં ભટકાતા બંન્ને નીચે પડી જતા સામેથી આવતી ફોરવ્હીલનું ટાયર જીતુભાઈના માથામા તથા શરીર પર ફરી વળતા મરણ થયેલ છે.

દરેડ ગામે દારૂની છ બોટલ સાથે ત્રણ ઝડપાયા

જામનગર : પંચ બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૮–ર૧ ના દરેડ રાંદલ માતાજીના મંદિર પાસે જાહેરમાં આ કામના આરોપીઓ ગીરીશભાઈ પ્રફુલભાઈ વાઘેલા, સોમભા વરજાંગભા સુમણીયા, મયુરસિંહ જાડેજા એ પોતાના કબ્જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર બ્લેક ડોગ ત્રીપલ ગોલ્ડ રીસર્વ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી ફોર સેલ ઈન ગુજરાત ઓનલી લખેલી બોટલો નંગ–૬, કિંમત રૂ.૩૦૦૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

મોટી ગોપ ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિજયભાઈ મશરીભાઈ કરંગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૮–ર૦ર૧ના મોટી ગોપ ગામના પાટીયા પાસે આવેલ હરસિઘ્ધી હોટલની પાછળ આવેલ જાંબુડાના ઝાડ નીચે આ કામના આરોપીઓ નરોતમભાઈ માવજીભાઈ જોશી, મુકેશભાઈ પુંજાભાઈ વાઢીયા, ખીમાભાઈ મારખીભાઈ ડાંગર, ચનાભાઈ મુરૂભાઈ ખવા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જૂગાર રમી રમાડી પૈસાની હારજીત કરી  રોકડા રૂ.૧પ,૮૦૦/– તથા એક રેડમી ગો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂ.૩૦૦૦/– તથા એક નોકીયા કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦/– અને એક સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦/– તથા એક એકટીવા મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦–સી.એસ.–પ૮પ૪ જેની કિંમત રૂ.ર૬,૦૦૦/– જેની કિંમત રૂ.૧ર,૦૦૦/– એમ કુલ રૂ.–પ૭,૮૦૦/–  ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ધાબા ઉપરથી પડી જતા યુવાનનું મોત

જામનગર જિલ્લાના જાંબુડા ગામના નવાપરા વિસ્તારમાં રહેતા બીપીનભાઈ વાલજીભાઈ પાટડીયા, ઉ.વ.રર, એ પંચ ભએભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧પ–૭–ર૧ ના આ કામે મરણજનાર મગનભાઈ પાંચાભાઈ પાટડીયા, ઉ.વ.૪પ, રે. નવાપરા વિસ્તાર, જાંબુડા ગામ વાળા પોતાના ઘરે ધાબા ઉપર સુતા હોય જે રાત્રીના નિંદરમાં નીચે ઉતરવા જતા ધાબા ઉપરથી પડી જતા માથાના ભાગે હેમરેજની ગંભીર ઈજાઓ થતા અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતે ચાલુ સારવારમાં ગઈ તા.રર–૭–ર૧ નારોજ કલાક ર/૩૦ વાગ્યે મરણ ગયેલ હોવાનું ફરજ પરના ડોકટરે જાહેર કરેલ છે.

ડેરી ગામથી મેટીયા ગામ જતા રસ્તે જુગાર રમતા પાંચ ઝડપાયા

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આ કામના આરોપી પુષ્પરાજસિંહ અશોકસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૮–ર૧ ના ડેરી ગામ થી મેટીયા ગામ બાજુ જતા રસ્તે આવેલ સ્ટ્રીટ લાઈટના અજવાળે આ કામના આરોપીઓ મોહનભાઈ નાનજીભાઈ મકવાણા, વિજયભાઈ જીવાભાઈ સોલંકી, મનસુખભાઈ વીરાભાઈ બોસીયા, સુનીલભાઈ જીવાભાઈ સોલંકી, અનીલભાઈ બાબુભાઈ ચાવડા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૯,૮૧૦/– તથા મોબાઈલ ફોન નંગ–૧ કિંમત રૂ.૧પ૦૦/– ના મળી કુલ રૂ.ર૧,૩૧૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

કાલાવડમાં જુગાર રમતા છ ઝડપાયા

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહેશભાઈ મોહનભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૮–ર૧ ના કાલાવડ કુંભનાથપરા ઈદમસ્જિદ પાસે શેરીમાં આ કામના આરોપીઓ જીગ્નેશભાઈ નાનજીભાઈ સાડમીયા, ધીરૂભાઈ મચ્છાભાઈ લાંબરીયા, મયુરભાઈ મનાભાઈ માટીયા, ઉમેશભાઈ મચ્છાભાઈ લાંબરીયા, ભાવેશભાઈ સંગ્રામભાઈ રાતડીયા, ગોરધનભાઈ બોધાભાઈ ધ્રાંગીયા, રે. કાલાવડ ગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.રર,૮૪૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

કાલાવડના કૈલાશનગરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

કાલાવડમાં ટાઉન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રણજીતસિંહ હેમુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૮–ર૧ના કાલાવડ કૈલાશનગરમાં મોમાઈ માતાના મંદિર પાસે, જાહેરમાં આ કામના આરોપીઓ હરેશભાઈ ખીમજીભાઈ સાગઠીયા, વિપુલભાઈ રાજાભાઈ વઘેરા, વિજયભાઈ હમીરભાઈ સાગઠીયા, રે. કાલાવડવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.રર,૮૪૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સુભાષપરા માં જુગાર રમતા ચાર ઝડપાયા

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરપાલસિંહ ભરતસિંહ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૮–ર૧ના શંકર ટેકરી સુભાષપરા શેરી નં.–૧, ઈમ મસ્જિદ પાસે, સ્ટ્રીટ લાઈટના અજવાળે આ કામના આરોપી જયરાજસિંહ સુરુભા ચૌહાણ, શકિતસિંહ વિજયસિંહ વાઢેર, જયેશભાઈ લક્ષ્મણભાઈ પીલ્લઈ, કમલેશભાઈ ગીરીશભાઈ ચૌહાણ, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૩,૭૪૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ભીમવાસમાં જુગાર રમતા દશ ઝડપાયા

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં તા.૧૮–૮–ર૧ ના ભીમવાસ શેરી નં.–૩ રામાપીરના મંદિર પાસે જામનગરમાં આ કામના આરોપીઓ મીતલકુમાર ઉર્ફે મીત કિશોરભાઈ ચૌહાણ, દિનેશભાઈ ઉર્ફે દિનીયો દેવજીભાઈ ગોહિલ, રવજીભાઈ રુડાભાઈ ખીમસુરીયા, અશ્વિનભાઈ કિશોરભાઈ રાઠોડ, પ્રકાશભાઈ ઉર્ફે પકો તેજાભાઈ રાઠોડ, અશોકભાઈ કારાભાઈ ભાંભી, સુરેશભાઈ ઉર્ફે સુરો રવજીભાઈ ચૌહાણ, વીરજીભાઈ ઉર્ફે ડીદુ રુડાભાઈ ખીમસુરીયા, નરેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ ગોહીલ, પરેશ કિશોરભાઈ ચૌહાણ, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૦,૧૬૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સિકકા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. બ્રિજરાજસિંહ ચંદ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૮–ર૧ના સિકકાના કારાભુંગા  આંબેડકર ચોક પાસે સ્ટ્રીટલાઈટના અજવાળે જાહેરમાં આકામના આરોપીઓ અરવિંદભાઈ માધાભાઈ પરમાર, કાંતિભાઈ મોહનભાઈ અલગોતર, સાગર ડાયાભાઈ ડાભી, સમીર તાલબભાઈ ચામડીયા, વિનોદ રતીલાલ પરમાર, રે. સિકકા ગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૩૩ર૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જામઆંબરડી જતા રસ્તે  જુગાર રમતા છ ઝડપાયા

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. નવલભાઈ નારણભાઈ આસાણી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૮–ર૧ના શેઠવડાળા થી જામઆંબરડી જતા રસ્તે વાડી વિસ્તારમાં આ કામના આરોપીઓ સામતભાઈ રામાભાઈ પરમાર, જયેશભાઈ ભુપતભાઈ વિછાણી, રાજુભાઈ મગનભાઈ સીતાપરા, રાજેશભાઈ ગોગનભાઈ પાટડીયા, વિજયભાઈ પરબતભાઈ મારૂ રે. શેઠવડાળા ગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૧૭૯૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

પટેલ નગર શેરી નં.૧ માં જુગાર રમતા ચાર ઝડપાયા

સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. સાજીદભાઈ રફીકભાઈ બેલીમ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૮–ર૧ના હર્ષદમીલ ચાલી મહાવીરનગર, પટેલનગર શેરી નં.–૧, જામનગરમાં આ કામના આરોપીઓ વિલસનભાઈ ભગવાનજીભાઈ ઢાકેચા, દિપેશભાઈ હરીશભાઈ ઝાલા, કારૂભાઈ ધનજીભાઈ વાઘેલા, ભાવિનભાઈ મહેશભાઈ યાદવ રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રડેઈડ દરમ્યાન રોકડા રૂ.પ૪૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:25 pm IST)