Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

કલ્યાણપુર તાલુકાના વિવિધ ગામોમાં 200 થી વધુ પવન ચક્કી ઉભી કરવા મામલે ખેડૂતોમાં રોષ

મામલતદાર કચેરીએ પવિત્ર શ્રાવણ માસમાં શિવલિંગ પર જળ તેમજ દુધભિષેક સાથે પૂજા અર્ચના કરીને વિરોધી

(કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળિયા તા.૧૮, : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખેડૂતોએ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું.કે.પી એનર્જી તથા મિયાણી પાવર ઇન્ફા કંપની વિરુદ્ધ ખેડૂતોમાં રોષ ફેલાયો છે

કલ્યાણપુર તાલુકાના વિવિધ ગામોમાં 200 થી વધુ પવન ચક્કી ઉભી કરવા મામલે ખેડૂતોમાં રોષ છે.મામલતદાર કચેરીએ પવિત્ર શ્રાવણ માસમાં શિવલિંગ પર જળ તેમજ દુધભિષેક કરી સરકાર અને કંપનીને સદબુદ્ધિ આવે તેવી પૂજા અર્ચના  ખેડૂતોએ કરી હતી.

મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ મામલતદાર કચેરીએ આવેદન આપવા પહોંચ્યા હતા.કંપની દ્વારા વ્યાપક પ્રમાણમાં તળાવ વૃક્ષોને નુકસાન કર્યાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે

(12:44 pm IST)