Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મોરબીની સોમનાથ સોસાયટીના પટાંગણમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં ધ્વજવંદન તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સોમનાથ સોસાયટીના પટાંગણમાં ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, પૂર્ણિમાબેન ભાડેશીયા, સંગીતાબેન ભીમાણીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા
યોગ કોચ, રૂપલબેનની મહેનત ત્યારે રંગ લાવી કે જ્યારે તેમણે મોરબી ની આશરે 400 જેટલી બહેનોને યોગના માધ્યમથી જોડી નિરોગી જીવન જીવવાની અને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવનાને જગાડી 15 મી ઓગષ્ટ ના દિવસે ધ્વજ વંદના તથા સાંસ્કૃતિક કાર્યક્રમનો લોકોએ ભાગ લીધો. જેમાં અતિથિ વિશેષ તરીકે, લલીતભાઈ ભાલોડીયા, નરશીભાઈ અંદરપા, ભારતીબેન રંગપરીયા, રણછોડભાઈ જીવાણી, સંજયભાઈ રાજપરા(વકીલ), ભુદરભાઈ જગોદણા ઉપસ્થિત રહ્યા હતા.
યોગને ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવાના નવતર પ્રયાસ હાથ ધરી, દેશ ભક્તિ ના ગીત ની થીમ ના નવતર પ્રયોગ કરી અને એક અલગજ પ્રકારનો સંદેશ સમાજ ને મળે એવો પ્રયાસ યુવા આર્મી ગૃપના સહયોગથી કરવામાં આવ્યો હતો. અને રાષ્ટ્રવંદના કરવામાં આવી હતી. અને દેહ નું અને દેશનું ભલુ થાય તેવું કરવાના સંકલ્પ લીધા હતા.

(1:10 pm IST)