Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ઉનામાં અખંડ મહામૃત્યુંજય જાપ

ઉનાઃ તળાવ કાંઠે ખેતલિયાદાદાના મંદિરે વરસોથી દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરતા ખેતલિયાદાદા ભકિત મંડળ તથા ખેતલિયાદાદા મહિલા આસ્થા મંડળ દ્વારા ખેતલિયાદાદાના પરમ આરાધક મયુરભાઈ ગાંધીના અધ્યક્ષસ્થાને પવિત્ર જંગલની કાળી માટીમાંથી ગાયનું માખણ, ગંગાજળ, ગૌમુત્ર મિશ્રિત પાર્થિવ શિવલિંગ શિવભકત ચંદ્રેશભાઈ ઠાકરે બનાવી તેની ઉપર પૂષ્પ અને બિલિપત્રનો અભિષેક કરી, વિશ્વના કલ્યાણ હેતુ તથા ભારત માતાની ભૂમિ ઉપર આવનારા ભયંકર રોગોથી બચાવવા માટે વિશાળ સંખ્યામાં ભાઈઓ-બહેનોએ અખંડ મહામૃત્યુંજય જાપ ૪ લાખ ૨૫ હજાર સમૂહમાં કર્યા હતા અને શિવજીને અર્પણ કરેલ હતા. આરતી તથા ખીરની પ્રસાદી તમામ ભકતોએ લઈ ધન્ય બન્યા હતા. સંકુલનુ વાતાવરણ પવિત્ર અને શિવમય બની ગયુ હતું. ઘણા ભાઈઓના તમાકુ, ગુટકા, પાન, બીડીના વ્યસનો ખેતલિયાદાદાના આરાધક મયુરભાઈ ગાંધીએ છોડાવી સ્વસ્થ, તંદુરસ્ત જીંદગી જીવવા માટે વ્યસનમુકિત ઝૂંબેશ શરૂ કરી હતી. અખંડ જાપ કરવામાં આવ્યા તે તસ્વીર.

(11:52 am IST)