Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

જસદણમાં કાંસકોલીમાં ગામના પાંચા કોળીને દેશી બંદુક સાથે રૂરલ એસઓજીએ ઝડપી લીધો

તસ્વીરમાં પકડાયેલ શખ્સ દેશી બંદુક સાથે નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૮ :  જસદણના કાંસકોલીયા ગામના કોળી શખ્સને દેશી બંદુક સાથે રૂરલ એસ.ઓ.જી.એ. ઝડપી લીધો હતો. જીલ્લામાં ગેરકાયદે હથિયારો ઝડપી લેવાની રૂરલ એસ.પી. બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ એસ.ઓ.જી.ના પી.આઇ. એસ.એમ. જાડેજા, પી.એસ.આઇ. એચ. એમ. રાણા તથા પી.એસ.આઇ., જી.જે. ઝાલા સહિતનો સ્ટાફ જસદણ પંથકમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કો. જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, હિતેષભાઇ અગ્રાવત તથા પો.કો. રણજીતભાઇ ધાંધલને મળેલી બાતમી આધારે જસદણના કાંસકોલીયા ગામની સીમમાં દરોડો પાડી પાંચા લીંબાભાઇ ઝાપડીયા (કોળી)ને દેશી બનાવટની જામગરી બંદુક તથા ચાંદલીયા નંગ-૧૦, છરાનંગ રપ૦ તથા બારીક પાવડર રપ ગ્રામ સાથે પકડી પાડી જસદણ પોલીસના હવાલે કરાયો હતો.

પોલીસ પુછતાછમાં પકડાયેલ પાંચા કોળીએ આ હથિયાર પાક રક્ષણ માટે પોતે જાતે જ પોલીસ ચલાવી રહી છે.

આ કાર્યવાહીમાં રૂરલ એસ.ઓ.જી. ના એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા તથા ડ્રાઇવર રણુભા પરમાર સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(11:52 am IST)