Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ઓખા જીયો સ્ટોરમાં જીયો માર્ટનાં શ્રીગણેશ

મીઠાપુરઃ જીયો માર્ટ દ્વારા ગ્રાહક પોતાને મનગમતી વસ્તુઓ ખરીદી શકશે. ઓખા ખાતે કાર્યરત જીયો સ્ટોર ખાતે આવુ જ એક જીયો માર્ટ ગ્રાહકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ જીયો માર્ટના ઉદઘાટન પ્રસંગે મીઠાપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપના વ્યાપારી સેલના કન્વીનર રીતેશભાઇ ગોકાણી તથા મીઠાપુર સુરજકરાડીના મોબાઇલ એશોસીએશનના પ્રમુખ, મીઠાપુર સુરજકરાડીના અકિલના એજન્ટ અને પત્રકાર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપના મીડિયા સેલના સહકન્વીનર દિવ્યેશભાઇ જટણીયા, તથા જીયોના અધિકારી ભાવિનભાઇ ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટણીયાઃ મીઠાપુર)

(11:50 am IST)