Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

આડાશ વગરના ખાડામાં ગાય પડતા સેન્ટીંગના સળીયા ઘૂસી જતા ગંભીર

ગૌ પ્રેમીઓમાં રોષઃ કોન્ટ્રાકટર સામે પગલા લેવા રજૂઆત

પતરાની આડાશ ન મુકતા નેશનલ હાઈવે ના ચાલુ કામના ખાડામાં ગૌ માતા ખાબકતા ગંભીર ઇજા થયાનું નજરે પડે છે.(તસવીરઃ હેમલ શાહ)

ચોટીલા, તા.૧૮: નેશનલ હાઈવે ઉપર ચાલતા સિકસ લેન નેશનલ હાઈવે પ્રોજેકટ ના ચાલતા કામમાં ચોટીલા નજીક કોઇપણ આડાશ વગર નાળાના સેન્ટીંગ ગોઠવેલ ખાડા ખુલ્લા રાખી કામ કરતા બેદરકારીનો ભોગ ગૌ માતા બનતા ગૌ પ્રેમીઓમાં રોષ છવાયેલ છે.

મંગળવારના વહેલી સવારે રાજકોટ હાઇવે ઉપર નવા હાઇવેના ચાલુ કામમાં ચાણપા નજીક એક ગાય માતા નાળાના ખાડામાં પડી જતા ગંભીર રીતે દ્યાયલ થયેલ છે. અને પ્રાથમિક સારવાર આપી વધૂ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે.

નેશનલ હાઇવે ના સીકસ લાઇન ના કામમાં નાળાના સેન્ટીંગ ગોઠવાયેલ પણ કોઇ પણ પ્રકારની આડાશ ન મુકાતા રાત્રી દરમિયાન એક ગાય માતા ૧૫ ફૂટ જેટલા ઉંડા ખાડામાં પડી જતા સેન્ટીંગ ના ઉભા સળીયા શરીરમાં દ્યુસી ગયેલ હતા સવારે ગૌ પ્રેમી ગૌ પ્રેમી ભરતભાઇ ખાચર ને જાણ થતા ચામુંડા અતિથિ ગૃહ ની એનીમલ એમ્બ્યુલન્સ અને પશુ ડોકટરને જાણ કરેલ સ્થળ ઉપર ક્રેઇન દ્વારા રેસ્કયુ કરી ગૌ માતા ને ખુપેલા સળીયા માંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર આપેલ ગંભીર ઇજા હોવાથી વધુ સારવાર માટે રાજકોટ કરુણા ફાઉન્ડેશન સંચાલિત એનિમલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ.

ગૌ પ્રેમીઓએ રોષ વ્યકત કરી આવડા મોટા પ્રોજેકટમાં ખાડાઓ વાળી સેન્ટીંગ બાંધકામ ની રોડ સાઇડો પર પતરા મુકી આડાશ ન કરાતા કોન્ટ્રેકટર ની ખુલ્લી બેદરકારી હોય જેની સામે પગલા લેવા અને કોઇ મોટા અકસ્માતો ન બને તેની દરકાર લેવા લેખિત રજૂઆત કરી માંગણી કરેલ છે. જોકે અકસ્માત બાદ ઘટના સ્થળે તાત્કાલિક પતરાઓ ની આડાશ ગોઠવાય ગયેલ છે.

(11:48 am IST)