Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ગાંધીધામમાં પીએનબીના એટીએમને તોડી ચોરી કરવાના પ્રયાસથી ચકચાર

સીસીટીવી ફૂટેજમાં એક જ શખ્સે રાતે બે દિવસ લગાતાર એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૮ : ગાંધીધામના મુખ્ય બજાર વિસ્તાર ચાવલા ચોક મધ્યે પીએનબી બેંકના એટીએમ ને બે રાત દરમ્યાન તોડવાના કરાયેલા પ્રયાસે ચકચાર જગાવી છે.

બેંક કર્મચારી આતિશ કાંબળે પૈસા ન ઉપાડતા એટીએમ જોવા ગયા હતા ત્યાં તોડફોડ જણાતા તેમણે મેનેજર વિકાસ પોદાર ને જાણ કરી હતી. બેંક મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી સીસી ટીવી ફૂટેજ ચેક કરતા ૧૪/૮ ના રાત્રે ૩.૩૦ વાગ્યે અને ૧૫/૮ ના રાત્રે ૩.૫૦ વાગ્યે એક જ શખ્સે બે વખત એટીએમ તોડી પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાયું છે. જોકે, રૂપિયા ઉપડ્યા નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)