Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

આયુર્વેદ ઔષધિ અશ્વગંધાનું વધતું મહત્વ : લંડનમાં કિલનિકલ ટ્રાયલ શરૂ

કોરોનાકાળ બાદ અશ્વગંધાનું સંશોધન અને વપરાશ વધ્યા, ભુજની જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના આયુર્વેદ વિભાગ તબીબનું મંતવ્ય

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૮: અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં રાજય સરકાર અને જિલ્લા આરોગ્ય વિભાગના સહકારથી ચાલતા આયુર્વેદ કિલનિકમાં કોરોનાકાળમાં અને અત્યારે પણ માનસિક તણાવ દૂર કરવા માટે તથા રોગપ્રતિકારક શકિત વધારવા અશ્વગંધા અને તેની સંલગ્ન દવાઓ માટે આયુર્વેદના હામીઓની માંગ વધી રહી છે.

આયુર્વેદ વિભાગના ડો. પિયુષ૬ ત્રિવેદીએ કહ્યું કે, અશ્વગંધા માત્ર રોગપ્રતિકારક શકિત વધારવા માટે જ નહીં બીજી અનેક બીમારીઓમાં કારગત સાબિત થાય છે. તે બળકારક, વાતનાશક, ખાંસી, શ્વાસ તથા ક્ષય માટે ઉપયોગી હોવા ઉપરાંત કૃશ થઇ ગયેલા શરીરનું વજન વધારવા માટે પણ ઉપયોગી છે. પણ કોરોનામાં અશ્વગંધાનું મહત્વ ખૂબ જ વધી ગયું છે.

તેમણે કહ્યું કે, અશ્વગંધાનું મહત્વ તો આમેય હતું. પરંતુ દેશના આયુષ મંત્રાલયે યુનાઇટેડ કિંગડમની લંડન સ્કૂલ ઓફ હાઇજેન ટ્રોપીકલ મેડિસિન સાથે સહયોગ કરીને કોવિડ-૧૯માથી સાજા થવા માટે અશ્વગંધાની ઉપયોગિતા જાણવા સંયુકત અભ્યાસ કરશે. યુ.કે.ના ત્રણ શહેરો લેસ્ટર, બર્મીધમ અને લંડનના આશરે ૨૦૦૦ લોકો પર કલીનીકલ ટ્રાયલના સમાચારથી અશ્વગંધાનું મહત્વ વધી ગયું છે.

કોઇપણ વિદેશી સંસ્થા સાથે અશ્વગંધાની ઉપયોગિતા જાણવા માટે આયુષ મંત્રાલયનો આ સૌપ્રથમ અશ્વગંધા ઉપરનો પ્રયોગ છે.

ડો, પિયુષ ત્રિવેદીએ કહ્યું કે, અશ્વગંધાનો પ્રાચીનકાળથી આયુર્વેદમાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે, ઔષધનો મોટા ભાગે અશ્વગંધાના તાજા મૂળમાથી ધોડાનો(હોર્સ) મૂત્ર જેવી ગંધ આવતી હોવાથી તેનું નામ અશ્વગંધા રાખવામા આવ્યું છે. જે રસાયણ અને બલ્ય છે.

(11:47 am IST)