Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

વઢવાણમાં કોમી એકતાના પ્રતિક સૈયદ હાજી યુસુફમીયા બાપુ દ્વારા ધ્વજવંદન

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૭: ૧૫ ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણી સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ દ્વારા ધૂમધામપૂર્વક કરવામાં આવી હતી તેમાં શાળા-કોલેજો જાહેર સ્થળો સરકારી કચેરીઓમાં ધ્વજ વંદન કરી અને ભવ્ય રીતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અબોલ પીર ચોક વિસ્તારમાં આવેલા બાળકોના મદ્રેશા માં પણ ૧૫ ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ત્યારે સ્વતંત્ર પર્વ દિવસે સવારે ૯ વાગ્યે કોમી એકતાના રાહબર હાજી સૈયદ યુસુફ મીયા બાપુ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દેશભકિત માટે સંબોધન કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં દેશમાં એકતા જળવાય તે માટે ખાસ દુઆ પણ ધ્વજ વંદન કાર્યક્રમ દરમ્યાન કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં હાજી હનીફ બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા પણ દેશ સંબોધિત પ્રવચન આપવામાં આવ્યું હતું.

(11:46 am IST)