Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

વાંકાનેરમાં પાટીદાર સેવા સમાજની અઘતન વાડી નિર્માણનાં દાતાઓનું સન્માન

વાંકાનેરઃ ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની સંધ્યાએ વાંકાનેર પાટીદાર સેવા સમાજની અદ્યતન વાડીનાં નિર્માણમાં આર્થીક અનુદાન આપનાર દાતાશ્રીઓનો સન્માન કાર્યક્રમ કોરોના ગાઈડ લાઈન મુજબ યોજવામાં આવ્યો હતો. વાંકાનેરનાં મિલપ્લોટ વિસ્તારનાં મુખ્ય માર્ગ પર ૨૦૦૮ માં ૨૫૦૦ વાર જેટલી વિશાળ જગ્યામાં પાટીદાર સેવા સમાજની વાતાનુકૂલિત અદ્યતન વાડીનું લાખોની માતબર રકમનાં ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું, સમયાંતરે આ વાડીમાં યોગદાન આપનાર દાતાશ્રીઓનો સન્માન કાર્યક્રમ ૭૫ માં સ્વાતંત્ર્ય દિનની સંધ્યાએ જ્ઞાતિની વાડીમાં કોરોના ગાઈડ લાઈન મુજબ યોજવામાં આવ્યો હતો, જેમાં પાટીદાર સમાજ અગ્રણી તથા વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ અગ્રણી ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ(જસદણ સિરામિક ગ્રૂપ), કાર્યક્રમનાં પ્રમુખ સ્થાને ખાસ ઉપસ્થિત રહેલ સીદસર મંદિરનાં પ્રમુખ અગ્રણી જેરામભાઈ વાંસજાળીયા, વેલજીભાઈ પટેલ(બોસ સિરામિક-મોરબી), પોપટભાઈ કગથરા, ટી.ડી. પટેલ, રામજીભાઈ પનારા,બેચર ભાઈ પટેલ, દ્યનશ્યામભાઈ ઢોલરીયા, પંચાણભાઈ ભૂત, જયંતિભાઈ પડસૂબિયા, જયંતિભાઈ રાનીપા અને કારોબારી સહિત વાંકાનેર મોરબીનાં પાટીદાર ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતાં, સમાજની બાલિકાઓએ દેશભકિત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો, તમામ દાતાશ્રીઓનું મોમેન્ટ અર્પણ કરી અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું, પ્રાસંગિક ઉદબોધન અને અંતમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.(તસ્વીર, અહેવાલઃ નિલેશ ચંદારાણાઃ વાંકાનેર)

(11:43 am IST)