Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ગોંડલ યાર્ડ પાસે ટ્રક હેઠળ દબાઇ જવાથી અજાણ્યા પ્રૌઢનું મોત

ગોંડલ,તા. ૧૮ : રાત્રીના જુના માર્કેય યાર્ડ પાસે ટ્રક હડફેટે ચડેલા અજાણ્યા પ્રૌઢનું મોત નિપજતાં સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.

યાર્ડ પાસે ચાલીને જઇ રહેલા અજાણ્યા પ્રૌઢને પુરપાટ ઘસી આવેલા જે.કે.૩એફ ૩૧૮૯ નંબરના ટ્રક ચાલકે હડફેટે લેતા ટ્રકના પાછલાં જોટા હેઠળ ચકદાઇ જવાથી મોત નીપજ્યું હતું.

બનાવ અંગે પીએસઆઇ ગોલવાલકર તથા યુવરાજસિંહ જાડેજાએ ટ્રક ચાલક જમ્મુ કાશ્મીરના કુલગામના મુસ્તાક અહમદભાઇની અટક કરી અજાણ્યા મૃતકની ઓળખ માટે તજવીજ હાથ ધરી છે.

મોવિયા ગામે પૈસાની લેતી દેતી બાબતે હુમલો

ગોંડલમાં પ્લાસ્ટિકની દોરી બનાવવાનું કારખાનું ચલાવતા અને મોવિયા ગામે સંતોષી માતાજીના મંદિર પાસે રહેતા યશ રમેશભાઇ ખૂંટ ઉપર જયદીપ જયંતીભાઈ લીંબાણી, દિનેશ રાદડિયા, કિશોર સોરઠીયા અને જયંતિ લીંબાણી સહિતના ઓએ લોખંડનો પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડતાં સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જયાં તેને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોકત આરોપીઓ વિરોધ ૩૨૩ ૫૦૪ ૫૦૬ ૨૧૪ તથા જી પી એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ફરિયાદી યુવાને હુમલા અંગેના કારણમાં જણાવ્યું હતું કે દોરી ના કારખાનામાં જયદીપ લીંબાણી ભાગીદારીમાં હતો અને થોડા સમય પહેલાં છૂટો થઈ જતા તેની પાસેથી રૂપિયા બે લાખ રૂપિયા લેવાના થતા હતા જેની ઉઘરાણી કરતાં સારું નહીં લાગતા હુમલો કર્યો હતો.

(11:41 am IST)