Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

માળિયા (મી) ના નાના દહીંસરા ગામની સીમમાંથી ૧૫૦ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો.

માળિયા તાલુકાના નાના દહીંસરા ગામમાં દરોડો કરીને એલસીબી ટીમે સીમમાંથી ૧૫૦ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમે નાના દહીંસરા ગામના રહેવાસી ઈરફાન અલી સુમરા નામના શખ્શે ગામના ગામના મહાકાલી મંદિર સામે બાવળની ઝાડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા દરોડો કર્યો હતો જેમાં નાના દહીંસરા ગામની સીમમાં બાવળની ઝાડીમાંથી ઈંગ્લીશ દારૂની ૧૫૦ બોટલ મળી આવતા એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂનો જથ્થો કીમત રૂ ૫૪,૯૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો તો આરોપી ઈરફાન અલી સુમરા રહે નાના દહીંસરા વાળો હાજર નહિ મળતા આરોપી વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
  આ કામગીરીમાં મોરબી એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, સંજયભાઈ મૈયડ, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહિલ, દશરથસિંહ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઈ મિયાત્રા, સતીષભાઈ કાંજીયા સહિતની ટીમ જોડાયેલ હતી.

(11:27 am IST)