Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મોરબીના ચકમપર-જીવાપર વચ્ચેના પુલનું નબળું કામ થતું હોવાની રાવ

ધોડાધ્રોઈ નદી પરના પુલના કામમાં લોટ પાણીને લાકડા જેવું કામ :યોગ્ય તપાસ કરાવવા ચકમપર ગ્રામ પંચાયતે નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

મોરબી તાલુકાના ચકમપર-જીવાપર ગામ વચ્ચે ધોડાધ્રોઈ નદી પરના પુલના કામમાં લોટ પાણીને લાકડા જેવું કામ ચાલી રહ્યો હોય જેની યોગ્ય તપાસ કરાવવા ચકમપર ગ્રામ પંચાયતે નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે
 શ્રી ચકમપર ગ્રામ પંચાયતના સરપંચ પરષોતમભાઈ કાલરીયાએ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી તંત્રને અનેક રજૂઆત કરવા છતાં પુલનું કામ વર્કઓર્ડર મુજબ એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું નથી હલકી ગુણવત્તાવાળું કામ ચાલી રહ્યું છે કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજદિન સુધી કોઈપણ પગલા લીધેલ નથી પુલ બનાવનાર એજન્સીનો ૧૧ માસની ટાઈમ લીમીટ કોન્ટ્રાકટની પૂરી થઇ ગઈ છે છતાં એજન્સીને ક્યાં કારણોસર ટર્મિનેટ કરવામાં આવતી નથી તેવી ચર્ચા પણ થાય ચેહ એજન્સી અને કાર્યપાલક ઈજનેરની મિલીભગત હોવાથી પુલનું કામ હલકી ગુણવત્તાયુક્ત ચાલી રહ્યું છે
 ઉપરાંત એજન્સી દ્વારા કામ પોતાની રીતે રાત્રે જ કરવામા આવે છે એટલે કે તંત્રની નજર આવે અને ગામ લોકોની માંગણી મુજબ જે કામ કરેલ છે તેમાં વિજીલન્સ ટીમ દ્વારા તપાસ કરાવવામાં આવે તો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતા છે જેથી તાત્કાલિક ધોરણે કામ રોકવામાં આવે અને યોગ્ય તપાસ કરાવાય તેવી માંગ કરી છે.

(11:25 am IST)